film release/ ચાહકોને નહી જોવી પડે જાજી રાહ, સારા – વરૂણની ફિલ્મ ‘કુલી નંબર – 1’ આ દિવસે થશે રિલીઝ

સારા અલી ખાને લખ્યું, “મનોરંજનની નક્કર શરૂઆત, કૂલી નંબર 1 સાથે પ્રથમ મુલાકાત. 28 નવેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે ફેસબુક, યુટ્યુબ અને એમેઝોન પ્રાઈમ વીડિયો પર

Lifestyle Entertainment
cooli number 1 ચાહકોને નહી જોવી પડે જાજી રાહ, સારા - વરૂણની ફિલ્મ 'કુલી નંબર - 1' આ દિવસે થશે રિલીઝ

ફિલ્મ ‘કુલી નંબર 1’ ની રિલીઝ ડેટ જાહેર થઈ છે. પ્રશંસકોની પ્રતીક્ષા પૂરી થઈ ગઈ છે. સારા અલી ખાને સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે ફિલ્મની રિલીઝ ડેટની પણ જાહેરાત કરી છે. ફિલ્મનું નવું પોસ્ટર પણ શેર કર્યું છે. 

સારા અલી ખાને લખ્યું, “મનોરંજનની નક્કર શરૂઆત, કૂલી નંબર 1 સાથે પ્રથમ મુલાકાત. 28 નવેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે ફેસબુક, યુટ્યુબ અને એમેઝોન પ્રાઈમ વીડિયો પર ફિલ્મ ‘કુલી નંબર 1’ નું પ્રથમ ટ્રેલર જોવા માટે તૈયાર થઈ જાવ, કારણ કે લાઇવ ટ્રેલર પ્રીમિયર બનશે. “

Instagram will load in the frontend.

આપને જણાવી દઇએ કે સારા અલી ખાન અને વરૂણ ધવન થોડા સમય માટે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત હતા. જોકે, ત્યારબાદ તેણે ફિલ્મની કોઈ પણ રિલીઝ તારીખ જાહેર કરી નહોતી. હવે ચાહકો ઓટીટી પ્લેટફોર્મ (એમેઝોન પ્રાઇમ) પર તેમના પ્રિય અભિનેતાની આ મૂવી જોઈ શકશે. 

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 1 મેના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાવાયરસને કારણે તેની રિલીઝ મુલતવી રાખવામાં આવી હતી. હવે તેને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે આ ફિલ્મનું નિર્દેશન ડેવિડ ધવન દ્વારા કરવામાં આવ્યું છે. આ ગોવિંદાની જૂની ફિલ્મની સિક્વલ છે. ડેવિડ ધવનની આ 45 મી ફિલ્મ હશે.  

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…