આપણે કેટલીક વખત બંધ નાક અને છીંકથી પરેશાન રહીએ છીએ. અને આ સમસ્યાને શરદીની આરંભ અવસ્થા સમજી ઉપચાર કરવા લાગીએ છીએ. પરંતુ સતત આ પ્રકારશના શરદી થવી એ સામાન્ય શરદીના સંકેતો હોઈ શકે છે. આ સામાન્ય શરદી થવાનું કારણ નાકની એલર્જી પણ હોઈ શકે છે. આ એક એવી સ્થિતિ છે જે બાળકોથી લઈને પુખ્ત વયના કોઈપણને અસર કરી શકે છે. આપણે ઘણી વખત આપણે એલર્જી અને શરદી વચ્ચે તફાવત કરી શકતા નથી કારણ કે બંનેના લક્ષણો સમાન હોય છે. પરંતુ કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીતો બંને વચ્ચેના તફાવતને ઓળખી શકીશું.
નાકની એલર્જીના લક્ષણોને સમજતા પહેલા, આપણે જાણવું જરૂરી છે કે નાકની એલર્જી શું છે. તે કેટલાક લોકોમાં મોસમી અને કેટલાક લોકોમાં આખું વર્ષ હોઈ શકે છે. આ એલર્જીનું મુખ્ય કારણ એલર્જન છે. નાકની એલર્જીમાં આ ઘરગથ્થુ ઉપચાર ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
સ્ટીમ લેવી : ભલે તમે શરદી અથવા નાકમાં કોઈપણ પ્રકારની એલર્જીથી પીડાતા હોવ, સ્ટીમ લેવી એ તમારા માટે શ્રેષ્ઠ અને ફાયદાકારક ઘરેલું ઉપાય છે. કારણ કે તે એલર્જીની અસરને ઘટાડે છે અને તેને દૂર કરે છે. વરાળ નાકની અંદરના ભાગોમાં બનેલા બ્લોકેજને ખોલવામાં મદદ કરે છે.
લીમડાના પાન : એલર્જીની સારવાર માટે કુદરતી ઉપાય તરીકે લીમડાના પાનનો ઉપયોગ વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેના પાંદડાઓમાં બળતરા વિરોધી, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઑકિસડન્ટ ગુણ હોય છે, જે એલર્જીને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. તમે તેને પીસીને મધ સાથે પણ સેવન કરી શકો છો.
મધ : નાકની એલર્જીને નિયંત્રણમાં રાખવામાં પણ મધ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સૂકા આદુ સાથે તેનું સેવન કરવું વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. મધમાં એન્ટિમાઇક્રોબાયલ અને બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, જે નાકની બળતરા ઘટાડવામાં મદદ કરે છે.
હળદર : નાકની એલર્જીના ઘરેલુ ઉપચારમાં પણ હળદરનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, ખાસ કરીને કાચી હળદરનું સેવન. હળદરમાં કર્ક્યુમિન નામના એલર્જીને નિયંત્રિત કરવાના ગુણ હોય છે. નાકની એલર્જીમાં હળદરનું દૂધ ખૂબ જ ઉપયોગી છે.
કાળા મરી : કાળા મરીમાં રહેલા ગુણોનો ઉપયોગ નાકની એલર્જી ઘટાડવા માટે કરી શકાય છે. તમે તેને મધ અને હળદર સાથે સેવન કરો. હળદરમાં રહેલું કર્ક્યુમિન અને કાળા મરીમાં રહેલ પાઇપરિન ગુણ એલર્જીને ઝડપથી કંટ્રોલ કરે છે.
આ પણ વાંચો: Coast Guard/કોસ્ટ ગાર્ડે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા પર 27 બાંગ્લાદેશી માછીમારોને બચાવ્યા
આ પણ વાંચોઃ India Canada news/કેનેડીયન ચૂંટણીમાં હસ્તક્ષેપના દાવાને ભારતે ફગાવ્યો, MEA પ્રવક્તાએ કહ્યું ‘હકીકત આનાથી વિપરીત છે’
આ પણ વાંચોઃ IMD forecast/અંગ દઝાડતી ગરમી વચ્ચે કેવું રહેશે ચોમાસું…
આ પણ વાંચોઃ Delhi crime news/દિલ્હીમાં બાળ તસ્કરી કેસમાં CBIના દરોડા, હોસ્પિટલમાંથી બાળકો ગુમ થવાની ઘટનાઓ વધતા