Not Set/ ઈલેક્શન કમિશન આ મહિનામાં કરી શકે છે લોકસભાની ચૂંટણીનું એલાન : સૂત્ર

નવી દિલ્હી, ચાલુ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીને લઈ દેશભરમાં રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે, ત્યારે હવે આ ચૂંટણીનું એલાન ક્યારે થશે તેને લઇ એક માહિતી સામે આવી રહી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ચૂંટણીપંચ લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન માર્ચના પહેલા સપ્તાહમાં થઇ શકે છે. નોધનીય છે કે, વર્તમાન લોકસભાનો કાર્યકાળ […]

Top Stories India Trending
parliament 621x414 ઈલેક્શન કમિશન આ મહિનામાં કરી શકે છે લોકસભાની ચૂંટણીનું એલાન : સૂત્ર

નવી દિલ્હી,

ચાલુ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીને લઈ દેશભરમાં રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે, ત્યારે હવે આ ચૂંટણીનું એલાન ક્યારે થશે તેને લઇ એક માહિતી સામે આવી રહી છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ચૂંટણીપંચ લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન માર્ચના પહેલા સપ્તાહમાં થઇ શકે છે. નોધનીય છે કે, વર્તમાન લોકસભાનો કાર્યકાળ ૩ જૂનના રોજ સમાપ્ત થઇ રહ્યો છે.

લોકસભાની ચૂંટણીની સાથે સાથે આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાઈ શકે છે.

આ ઉપરાંત જમ્મુ – કાશ્મીરની વિધાનસભા પહેલેથી જ ભંગ થઇ ચુકી છે અને હાલમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. આ સંજોગોમાં ૬ મહિનાની અંદર જ ચૂંટણી કરાવવાની હોય છે, ત્યારે આ ઇલેકશન પણ લોકસભાની ચૂંટણી સાથે જ થઇ શકે છે.

lok sabha election 2019 1518374690 ઈલેક્શન કમિશન આ મહિનામાં કરી શકે છે લોકસભાની ચૂંટણીનું એલાન : સૂત્ર
national-ec-may-announce-lok-sabha-poll-schedule-march-first-week-says-sources

અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય પરિસ્થિતિઓમાં જમ્મુ-કાશ્મીર વિધાનસભાનો કાર્યકાળ ૬ વર્ષનો હોય છે, જે ૧૬ માર્ચ, ૨૦૨૧ના રોજ સમાપ્ત થઇ રહ્યો છે.

જયારે સિક્કિમ વિધાનસભાનો કાર્યકાળ ૨૭ મે, ૨૦૧૯, આંધ્રપ્રદેશમાં ૧૮ જૂન, ઓરિસ્સામાં ૧૧ જૂન તેમજ અરુણાચલ પ્રદેશમાં ૧ જૂનના રોજ સમાપ્ત થઇ રહ્યો છે.