Not Set/ મહિલાઓ વિરુદ્ધ ગુનામાં ગુડગાંવ અને ફરીદાબાદ ટોપ લિસ્ટ પર, આંકડા જાણી ચોંકી જશો આપ

હરિયાણાનાં ગુડગાંવમાં મહિલાઓની સલામતી કયા સ્તર પર છે તે સાંભળી તમે ચોંકી જશો. અહી છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ 663 દુષ્કર્મનાં કેસ નોંધાયા છે. આ સાથે અહીં હત્યાની 470 ઘટનાઓ બની હતી. રાજ્ય વિધાનસભામાં કોંગ્રેસનાં સભ્ય કરણસિંહ દલાલનાં પ્રશ્નનાં લેખિત જવાબમાં આ માહિતી સામે આવી હતી. હરિયાણાનાં તમામ જિલ્લાઓમાં ગુનાનાં મામલે ફરીદાબાદ ગુડગાંવ પછી બીજા […]

India
maya મહિલાઓ વિરુદ્ધ ગુનામાં ગુડગાંવ અને ફરીદાબાદ ટોપ લિસ્ટ પર, આંકડા જાણી ચોંકી જશો આપ

હરિયાણાનાં ગુડગાંવમાં મહિલાઓની સલામતી કયા સ્તર પર છે તે સાંભળી તમે ચોંકી જશો. અહી છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ 663 દુષ્કર્મનાં કેસ નોંધાયા છે. આ સાથે અહીં હત્યાની 470 ઘટનાઓ બની હતી. રાજ્ય વિધાનસભામાં કોંગ્રેસનાં સભ્ય કરણસિંહ દલાલનાં પ્રશ્નનાં લેખિત જવાબમાં આ માહિતી સામે આવી હતી.

હરિયાણાનાં તમામ જિલ્લાઓમાં ગુનાનાં મામલે ફરીદાબાદ ગુડગાંવ પછી બીજા નંબરે આવે છે, જ્યાં દુષ્કર્મનાં 543 અને હત્યાનાં 337 કેસ નોંધાયા છે. વળી સોનીપતમાં 229 દુષ્કર્મ અને 448 હત્યાનાં બનાવ બન્યા હતા. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે બાળકો પર દુષ્કર્મનાં કેસો મોટાભાગનાં ફરીદાબાદ અને ગુડગાંવમાં જોવા મળ્યાં છે. છેલ્લા પાંચ વર્ષમાં, પોક્સો એક્ટ હેઠળ અનુક્રમે 412 અને 354 કેસ નોંધાયા હતા.

આ બંને જિલ્લાઓ મહિલાઓ સામેનાં ગુનાઓમાં ટોચનાં સ્થાને રહ્યા હતા, જ્યા ગુડગાંવમાં 4,577 અને ફરીદાબાદમાં 4,315 કેસ નોંધાયા હતા. તે પછી પાનીપત ત્રીજા નંબરે આવે છે જ્યાં 3,595 કેસ નોંધાયા હતા. આપને જણાવી દઇએ કે, પલવલ ધારાસભ્ય દલાલે હરિયાણાનાં દરેક જિલ્લામાં નવેમ્બર 2014 થી નોંધાયેલા હત્યા, દુષ્કર્મ, બાળકોની સાથે દુષ્કર્મ અને મહિલા વિરોધી ગુનાનાં કેસોનાં આંકડા માંગ્યા હતા. તેમણે દોષીઓને સજા થઇ છે કે નહી તેની પણ જાણકારી માંગી હતી.

સામે આવેલા આંકડાઓ મુજબ, નવેમ્બર 2014 થી અત્યાર સુધીમાં હત્યાનાં 5,043, દુષ્કર્મનાં 4,847, પોક્સો એક્ટ હેઠળ 3,674 અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ 3,695 કેસ નોંધાયા છે. જેમા 953 લોકોને હત્યા માટે દોષી ઠેરવવામાં આવ્યા હતા, 249 લોકોને દુષ્કર્મ, 457 લોકોને બાળકો પર દુષ્કર્મ અને 904 લોકોને અન્ય કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. દેશમાં એક તરફ નારી સમ્માનની મોટી મોટી વાતો કરવામાં આવે છે, ત્યારે હકીકત તેનાથી વિપરીત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.