આરોપી ઝડપાયો/ કબૂતરબાજીના કેસમાં ફરાર આરોપી નવી મુંબઈની હોટેલમાંથી દોઢ કિલોગ્રામ સોના સાથે ઝડપાયો

પોલીસને માહિતી મળી હતી કે ફરાર આરોપી પ્રિયાંશુ જ્ઞાનપ્રસાદ મહેતા નવી મુંબઈના તૂર્ભે વિસ્તારમાં આવેલી યોગી હોટેલમાં રોકાયેલો છે. જેને આધારે

Top Stories India
આરોપી

ખોટા પાસપોર્ટ અને દસ્તાવેજોને આધારે વિદેશ મોકલવાના કૌભાંડમાં સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ એક ફરાર આરોપીની નવી મુંબઈની એક હોટેલમાંથી ધરપકડ કરી છે. અગાઉ પોલીસે આ કેસમાં સાત આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસને માહિતી મળી હતી કે ફરાર આરોપી પ્રિયાંશુ જ્ઞાનપ્રસાદ મહેતા નવી મુંબઈના તૂર્ભે વિસ્તારમાં આવેલી યોગી હોટેલમાં રોકાયેલો છે. જેને આધારે પોલીસે અહીં પહોંચીને તેની ધરપકડ કરી હતી. પ્રિયાંશુ મુંબઈના ગોરેગાંવનો રહેવાસી છે અને છેલ્લા એક વર્ષથી સીઆરપીસી 70 હેઠળ તેની સામે વોરન્ય ઈશ્યુ થયેલું હતું. તેની પાસેથી પોલીસે રૂ.93,00,000 ની કિંમતનું દોઢ કિલોગ્રામ સોનુ, 15,000 રૂપિયા રોકડા, પાંચ મોબાઈલ તથા કેટલાક દસ્તાવેજો કબજે કર્યા હતા.કોર્ટે તેને 10 જાન્યુઆરી સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ આપ્યા છે.

અત્યારસુધીમાં આ કેસમાં પોલીસ કુલ 7 આરોપીની ધરપકડ કરી ચુકી છે. જેમાંથી પાંચ શખ્સો સામે કોર્ટમાં ચાર્જશીટ પણ ફાઈલ કરવામાં આવી છે. જ્યારે ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ હાલ જ્યુડિશીયલ કસ્ટડીમાં છે.

આ કેસમાં મુખ્ય આરોપી ભરત ઉર્ફે બોબી રામભાઈ પટેલ સાથે મળીને આરોપીઓએ ગેરકાયદે અમેરિકા જતા માણસોના બનાવટી અને ખોટા પાસપોર્ટ મુંબઈમાં બનાવ્યા હતા. બાદમાં દિલ્હી અને મુંબઈના એજન્ટો મારફતે યુરોપના વિઝા મેળવી આપવાની લાલચ આપતા હતા. ઉપરાંત ગ્રાહકોને અમદાવાદથી દિલ્હી અને દિલ્હીથી યુરોપના કોઈપણ દેશમાં અને ત્યાંથી મેક્સિકો થઈને ગેરકાયદે અમેરિકા મોકલનારો આરોપી પ્રિયાંશુ આ કેસમાં વોન્ટેડ હતો. ધરપકડથી બચવા આરોપી પ્રિયાંશુ જુદી જુદી હોટેલોમાં રોકાતો હતો, એમપોલીસે જણાવ્યું હતું. પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: