Marcos/ કાર્ગો જહાજને છોડવનારા માર્કોસ કમાન્ડો અઠવાડિયામાં ચાર કલાકની ઉંઘ લે છે.

માર્કોસ જમીન, આકાશ અને પાણીમાં લડાઈ કરવામાં કુશળ હોય છે. આ ટુકડીને મુંબઈ, વિશાખાપટ્ટનમ, ગોવા, કોચી અને પોર્ટબ્લેયર સ્થિત નૌસેનાના હેડક્વાટરમાંખી ઓપરેટ કરવામાં આવે છે.

Top Stories India
માર્કોસ

@.નિકુંજ પટેલ

ભારતીય સમુદ્ર કીનારાથી અંદાજે 4,000 કિમી. દુર અરબ સાગરમાં એમ વી લીલા વોફોક નામના એક કાર્ગો શીપને હાઈજેક કરવામાં આવ્યું હતું. હાઈજેક કરનારાઓએ તેને સોમાલીયા નજીક લઈ જઈ રહ્યા હતા. તેમાં 15 ભારતીય સહિત 21 ક્રુ મેમ્બર સવાર હતા. તેને છોડાવવાની જવાબદારી નેવીના વોરશીપ આઈએનએસ ચેન્નાઈમાં સવાર મરીન કમાન્ડોઝ એટલેકે માર્કોસને આપવામાં આવે છે.

બીજીતરફ 24 કલાકમાં માહિતી મળે છે કે હાઈજેક શીપને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે અને તેમાં સવાર તમામ ક્રુ મેમ્બર સલામત છે. ઈન્ડીયન નેવી આ ઓપરેશનના કેટલાક વિડીયો પણ બહાર પાડે છે. ત્યારથી માર્કોસ કમાન્ડો ચર્ચામાં છે.

માર્કોસ કમાન્ડોને દુનિયાના સૌથી ખતરનાક કમાન્ડો પૈકી એક માનવામાં આવે છે. તે પહેલા 36 વર્ષ પહેલાના એક ઓપરેશનની વાત જાણીએ. 1987માં શ્રીલંકાના જાફના અને ત્રિકોમાલી પોર્ટ પર લીબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ (એલટીટીઈ)એ કબજો કરી લીધો હતો.શ્રીલંકાની સેના એલટીટીઈના આ કબજા વાળી જગ્યાએ જતા ડરતી હતી. તે સમયે ભારતીય શાંતિ સેના શ્રીલંકામાં હતી. ભારતે બન્ને પોર્ટ ખાલી કરાવવા પોતાના 18 માર્કોસ કમાન્ડોને શ્રીલંકા મોકલ્યા.

સમુદ્રમાં 12 કિમી. તરીને આ કમાન્ડો આ બંદરો પર પહોંચ્યા હતા. બાદમાં કેટલા કલાકોની લડાઈ બાદ માર્કોસે 100 થી વધુ એલટીટીઈ આતંકીઓને મારીને બન્ને બંદરોને તેમના કબજામાંથી આઝાદ કરાવ્યા હતા. શ્રીલંકાના આ મિશન માટે માર્કોસ ટીમ લીડર લેફ્ટનન્ટ એરવિંદ સિંહને મહાવીર ચક્ર પ્રદાન કરવામાં આવ્યું હતું.

મરીન કમાન્ડોનું જ ટુંકુ નામ માર્કોસ છે. આ ટીમમાં સામેલ થવા માટે ખૂબ આકરી ટ્રેનિંગ લેવી પડે છે. આ ટ્રેનીંગ એટલી ટફ હોય છે કે નેવીના ફક્ત 2 ટકા જવાન જ માર્કોસ બનવામાં સફળ થાય છે. 1985માં પહેલીવાર ભારતીય નૌસેનામાં એક ખાસ ટુકડી બની હતી. જેનું નામ સમુદ્રી વિશેષ દળ (આઈએમએસએફ) રાખવામાં આવ્યું હતું. તેના બે વર્ષ બાદ તેનું નામ બદલીને મરીન કમાન્ડો ફોર્સ રાખવામાં આવ્યું હતું. નૌસેનાની વેબસાઈટ મુજબ શરૂઆતમાં તેમા ત્રણ અધિકારી જ હતી. હાલમાં માર્કોસમાં 1200થી વધુ કમાન્ડો સામેલ છે.

માર્કોસ જમીન, આકાશ અને પાણીમાં લડાઈ કરવામાં કુશળ હોય છે. આ ટુકડીને મુંબઈ, વિશાખાપટ્ટનમ, ગોવા, કોચી અને પોર્ટબ્લેયર સ્થિત નૌસેનાના હેડક્વાટરમાંખી ઓપરેટ કરવામાં આવે છે.

માર્કોસ બનવા માટે આવેદન કરનારા ભારતીય નૌસેનાના જવાનોને ફીટનેસ ટેસ્ટમાંથી પસાર થવું પડે છે. આ ટેસ્ટ એટલો સખત હોય છે કે તેમાંથી 80 ટકા ઉમેદવાર બહાર થઈ જાય છે. સિલેક્ટ થયેલા માર્કોસ જવાનોની ટ્રેનીંગ શરૃ થાય છે. શકત ટ્રેનિંગને પગલે આ દિવસોમાં હેલ્સ વીક એટલેકે નર્કનું અઠવાડીયું કહેવામાં આવે છે. આ ટ્રેનિંગ પ્રોગ્રામને ઈન્ડીયન નેવીએ અમેરિકન નેવી પાસેથી એડોપ્ટ કર્યો છે. જેમાં ઉમેદવારના દિવસની શરૂઆત 20 કિલોમીટરની દોડથી શરૂ થાય છે.

બાદમાં આખો દિવસ અલગ અલગ એક્સરસાઈઝ કરાવાય છે. સાંજે 60 કિલોગ્રામની બેગ લઈને 20 કિલોમીટર દોડવાનું હોય છે. આ બેગમાં કારતૂસ, ગન, હેન્ડગ્રેનેડ અને અન્ય શસ્ત્રો હોય છે. ઉમેદવાપરને દરરોજ 20 કલાક ફિઝીકલ એક્ટીવીટી કરવી પડે છે. આ ટ્રેનિંગ પ્રોગ્રામ એટલો સખત હોય છેક ઉમેદવાર આખા અઠવાડીયામાં બે થી ચાર કલાક જ ઉંઘી શકે છે.

અઠવાડીયાના અંતમાં જવાનને 25 કિલોગ્રામ વજન ઉચકીને 800 મીટર સુધી કીચડમાંથી પસાર થવું પડે છે. જેમાં ઉમેદવારને કિચડમાં ફસાઈ જવાનો ડર રહે છે. જેને ડેથ ક્રોલ કહેવાય છે. ત્યારબાદ 2.5 કિમીની કપરી દોડ પાર કરવી પડે છે. બાદમાં 25 મીટર દૂર એક ટાર્ગેટ હોય છે જેને ગોળી મારવાની હોય છે. શારીરિક સહનશક્તિ, માનસિક દ્રઢતા, ટીમ વર્ક, એટીટ્યુડ અને હાઈ ફિઝીકલ એન્ડ મેન્ટલ ટ્રેસ, ઉંઘની કમી વચ્ચે ઉમેદવારને કોઈ ઓપરેશન માટે તૈયાર કરાય છે.

બેઝિક સ્પેશિયલ ફોર્સીસ ટ્રેનિંગ, વોરશીપ આઈએનએસ અભિમન્યુ પરની ટ્રેનિંગમાં માર્કોસ ઉમેદવારને આર્મી અને એરફોર્સ સાથે ટ્રેનિંગ કરવી પડે છે. જેમા શસ્ત્રો ચલાવવા, હેન્ડ ગ્રેનેડ અને વિસ્ફોટક ચલાવવા, હથિયાર વિના લડવુ, બોટ ચલાનની , ફોટોગ્રાફી, હોસ્ટેજ રેસ્કયુ અને તટો પર કબ્જો કરવાની તાલીમ અપાય છે. તે સિવાય તેમને આગ્રામાં ઈન્ડીયન આર્મીના પેરાશુટ ટ્રેનિંગ સ્કૂલમાં 3 સપ્તાહનો બેઝિક પેરાશુટ કોર્ષ કરાવવામાં આવે છે.. કોચીમાં નેવીની ડાઈવ સ્કૂલમાં બેઝિક કોમ્બેટ ડાઈવર્સ કોર્ષ કરાવવામાં આવે છે.

એડવાન્સ સ્પેશિયલ ફોર્સિંસ ટ્રેનિંગ આ ટ્રેનિંગનું અંતિમ સ્ટેપ છે. જેમાં ફ્રી ફોલ ટ્રેનિંગ એટલેકે વધારે અને ઓછી ઉંચાઈથી પેરાશૂટની મદદથી કૂદવાની તાલીમ અપાય છે.

સબમરીન બનાવવી અને ચલાવવી, નિસાઈલ ચલાવવી, બોમ્બ બનાવવા અને ડિફ્યુઝ કરવાની તાલીમ અપાય છે. ઉમેદવારને અનેક પ્રકારની ભાષા શીખવાડવામાં આવે છે. કારણકે કોઈ દુશ્મનના વિસ્તારમાં કમાન્ડો ફસાઈ જાય તો ભાષા-સંસ્કૃતિને આધારે તેના જીવતા રહેવાની સંભાવના વધી જાય છે.

મારર્કોસને અરૂણાચલ પ્રદેશના તવાંગમાં પર્વત ઘટક સ્કૂલમાં 4 અઠવાડીયાની હાઈ એલ્ટીટ્યુડ રમાન્ડો ફોર્સ અને રાજસ્થાનમાં ડેઝર્ટ વોરફેર સ્કૂલમાં રેતાળ વિસ્તારમાં લડવાનું શીખવાડાય છે. તે સિવાય ઉમેદવારને ઉંધા દોડવાનું અને અરીસામાં જોઈને ગોળી ચલાવવાનું પણ શીખવાડાય છે. તેમને એટલા સ્ફુર્તીલા બનાવવામાં આવે છે કે ફક્ત 0.27 સેકન્ડમાં રિસ્પોન્ડ કરે છે.

2008માં અદનની ખાડીમાં ભારતીય કોમર્શિયલ જહાજ એમવી જગ અર્નવ પર સમુદ્રી લુટારાઓએ કબજો કર્યો હતો. આ અંગે જાણ થતા જ માર્કોસના જવાન અદનની ખાડીમાં પહોંચ્યા હતા અને ઓપરેશન શરૂ કર્યું હતું. બાદમાં ક્રુ મેમ્બર સહિત જહાજને લુંટારાઓના કબજામાંથી છોડાવ્યું હતું.

મુબઈની તાજ હોટેલમાં 26-11-2008ના હુમલા વખતે પણ માર્કોસ કમાન્ડોની મદદ લેવાઈ હતી. 2018માં દુબઈની રાજકુમારી લતીફા ખર છોડીને ભાગી રહી હતી.શેખને માહિતી મલી કે રાજકુમારી એક જહાજમાં ભાગી રહી છે જે ભારતીય સીમાની અંદર છે. શેખ મોહમ્મદ રાશીદ અલ-મકતૂમએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને આ અંગે વાત કરી હતી. ત્યારબાદ છ માર્કોસ કમાન્ડોએ રાજકુમારી સકુશળ લાવવા મોકલાયા હતા.જેમાં માર્કોસ જવાનોએ રાજકુમારીને જહાજમાંથી બહાર કાઢીને તેને દુબઈના અધિકારીઓને સોંપી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: