Not Set/ ગેરકાયદે પ્રવૃત્તિ (નિવારણ) અધિનિયમ વિરુદ્ધ SCમાં અરજી, કાયદો બંધારણ વિરુદ્ધ

ગેરકાયદે પ્રવૃત્તિ (નિવારણ) અધિનિયમ 2019 (UAPA 2019)માં તાજેતરનાં સુધારા સામે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. યુએપીએ એક્ટમાં તાજેતરના ફેરફારને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી પડકારવામાં આવ્યા હતા અને અરજદાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ સુધારણા ભારતીય બંધારણને આપેલા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે.  અરજદારે માંગ કરી છે કે આ કાયદો બંધારણનાંં 14, 19 […]

Top Stories India
uapa2.jpg3 ગેરકાયદે પ્રવૃત્તિ (નિવારણ) અધિનિયમ વિરુદ્ધ SCમાં અરજી, કાયદો બંધારણ વિરુદ્ધ

ગેરકાયદે પ્રવૃત્તિ (નિવારણ) અધિનિયમ 2019 (UAPA 2019)માં તાજેતરનાં સુધારા સામે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. યુએપીએ એક્ટમાં તાજેતરના ફેરફારને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી પડકારવામાં આવ્યા હતા અને અરજદાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ સુધારણા ભારતીય બંધારણને આપેલા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે.  અરજદારે માંગ કરી છે કે આ કાયદો બંધારણનાંં 14, 19 અને 21 ની કલમોની વિરુદ્ધ છે માટે તેને રદ્દ બાતલ કરવામાં આવે.

sc ગેરકાયદે પ્રવૃત્તિ (નિવારણ) અધિનિયમ વિરુદ્ધ SCમાં અરજી, કાયદો બંધારણ વિરુદ્ધ

આ નવા કાયદા મુજબ કેન્દ્ર સરકાર કોઈપણ વ્યક્તિને આતંકવાદીની કેટેગરીમાં મૂકી શકે છે. પછી ભલે તે વ્યક્તિ એકલી હોય, અથવા કોઈ સંસ્થા સાથે સંકળાયેલ હોય. નોંધનીય છે કે, 17 મી લોકસભાના પહેલા સત્રમાં, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (યુએપીએ)નું બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ હેઠળ કેન્દ્ર સરકારને કોઈ વ્યક્તિને આતંકવાદી જાહેર કરવાનો અને તેમની સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર છે. આ બિલ હેઠળ સરકાર તે લોકોની ઓળખ કરી શકે છે જે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે અથવા આતંકને પ્રોત્સાહન આપે છે.

uapa2.jpg2 ગેરકાયદે પ્રવૃત્તિ (નિવારણ) અધિનિયમ વિરુદ્ધ SCમાં અરજી, કાયદો બંધારણ વિરુદ્ધ

બિલ પર ચર્ચા દરમિયાન ગૃહ પ્રધાન અમિત શાહે સંસદમાં આ બિલના મહત્વ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આતંકવાદીઓને વ્યક્તિગત રીતે ઓળખવું મહત્વપૂર્ણ છે, કારણ કે આવા કિસ્સાઓ સામે આવ્યા છે કે, જ્યારે કોઈ આતંકવાદી સંગઠન પર પ્રતિબંધ મૂકવામાં આવે છે, ત્યારે તેઓ એક અલગ નામ સાથે એક સંસ્થા બનાવે છે.

uapa2.jpg1 ગેરકાયદે પ્રવૃત્તિ (નિવારણ) અધિનિયમ વિરુદ્ધ SCમાં અરજી, કાયદો બંધારણ વિરુદ્ધ

જો કે, વિપક્ષે બિલનો વિરોધ કરતા કહ્યું કે, તે સરકારને કોઈને પણ આતંકવાદી જાહેર કરવાનો અધિકાર આપે છે. જેનો દુરૂપયોગ થઈ શકે છે. ત્યારે દિલ્હીની રહેવાસી સેજલ અવસ્થીએ આ બિલને પડકારતી અરજી SCમાં દાખલ કરી છે અને જણવ્યું છે કે, યુએપીએ 2019 ના બંધારણમાં આપેલા મૂળભૂત અધિકારની વિરુદ્ધ છે.

uapa2 ગેરકાયદે પ્રવૃત્તિ (નિવારણ) અધિનિયમ વિરુદ્ધ SCમાં અરજી, કાયદો બંધારણ વિરુદ્ધ

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.