Not Set/ ભાજપને ઘેરવાની તૈયારી, આવતીકાલે મમતા બેનર્જીએ બોલાવેલી વિપક્ષની બેઠકમાં કોંગ્રેસ પણ ભાગ લેશે

રાષ્ટ્રપતિની ચૂંટણીની રણનીતિ ઘડવા માટે વિપક્ષી પાર્ટીઓ આવતીકાલે દિલ્હીમાં બેઠક કરવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ, તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જી આજે લગભગ 4.30 વાગે દિલ્હી પહોંચી રહ્યા છે.

Top Stories India
Mamata Banerjee

રાષ્ટ્રપતિની ચૂંટણીની રણનીતિ ઘડવા માટે વિપક્ષી પાર્ટીઓ આવતીકાલે દિલ્હીમાં બેઠક કરવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ, તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જી આજે લગભગ 4.30 વાગે દિલ્હી પહોંચી રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે, મમતા બેનર્જીની આજે કોઈ બેઠક નક્કી નથી. તે બુધવાર, 15 જૂને કોન્સ્ટિટ્યુશન ક્લબમાં બપોરે 3 વાગ્યે રાષ્ટ્રપતિની ચૂંટણી પર વિપક્ષી પાર્ટીઓની બેઠકની અધ્યક્ષતા કરશે. એનસીપીના સૂત્રોના જણાવ્યા અનુસાર, શરદ પવાર દિલ્હી પહોંચી ગયા છે અને તેઓ આજે સાંજે 5 વાગ્યે સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરીને મળવાના છે. રાષ્ટ્રપતિની ચૂંટણીની રણનીતિ તૈયાર કરવા માટે આ બેઠક યોજાઈ રહી છે.

વાસ્તવમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તાજેતરમાં વિપક્ષી પાર્ટીઓના નેતાઓને પત્ર લખ્યો હતો. જેમાં આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંયુક્ત રણનીતિ તૈયાર કરવા નવી દિલ્હીમાં બેઠક બોલાવવામાં આવી હતી. બેનર્જીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, સીપીઆઈ(એમ)ના મહાસચિવ સીતારામ યેચુરી સહિત 22 વિપક્ષી નેતાઓને પત્ર મોકલીને 15મી જૂને બેઠકમાં હાજરી આપવા વિનંતી કરી હતી.

કોંગ્રેસ પણ ભાગ લેશે

કોંગ્રેસ આવતીકાલે બપોરે 3 વાગ્યે દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં ટીએમસીના વડા મમતા બેનર્જીએ બોલાવેલી વિરોધ પક્ષોની બેઠકમાં ભાગ લેશે. કોંગ્રેસ તરફથી મલ્લિકાર્જુન ખડગે, જયરામ રમેશ, રણદીપ સિંહ સુરજેવાલા ભાગ લેશે.

18મી જુલાઈના રોજ ચૂંટણી છે

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 18 જુલાઈના રોજ મતદાન થવાનું છે. આ ચૂંટણીમાં, ઇલેક્ટોરલ કૉલેજના 4,809 સભ્યો – સાંસદો અને ધારાસભ્યો – વર્તમાન રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદના અનુગામીની પસંદગી કરશે. વાસ્તવમાં, રાષ્ટ્રપતિ પરોક્ષ રીતે ઇલેક્ટોરલ કૉલેજ દ્વારા ચૂંટાય છે. જેમાં સંસદના ચૂંટાયેલા સભ્યો અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:મધ્યપ્રદેશમાં SP-BSPને ભાજપનો ફટકો, 3 ધારાસભ્યો ભગવા પાર્ટીમાં જોડાયા