food poisoning/ ડાંગના વઘઈ તાલુકાની આશ્રમ શાળામાં ફૂડ પોઇઝનિંગથી 94 વિદ્યાર્થીઓને અસર

ડાંગના વઘઈ તાલુકાની ડુગરડા ગામે આવેલી આશ્રમ શાળામાં ફૂડ પોઇઝનિંગના લીધે 94 જેટલા વિદ્યાર્થીઓને ઝાડા ઉલ્ટીની અસર થઈ છે. આના પગલે 34 બાળકોને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે

Top Stories Gujarat
Food poisoning ડાંગના વઘઈ તાલુકાની આશ્રમ શાળામાં ફૂડ પોઇઝનિંગથી 94 વિદ્યાર્થીઓને અસર
  • 34 વિદ્યાર્થીઓની સરકારી હોસ્પિટલમાં સારવાર
  • બાકીના વિદ્યાર્થીઓને આશ્રમમાં જ આપવામાં આવી સારવાર
  • ફૂડ પોઇઝનિંગની ઘટના કયા કારણોસર થઈ તેની તપાસ જરૂરી
  • ફરીથી બાળકોને આપવામાં આવતી ભોજનની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા

ડાંગના વઘઈ તાલુકાની ડુગરડા ગામે આવેલી આશ્રમ શાળામાં ફૂડ પોઇઝનિંગના લીધે 94 જેટલા વિદ્યાર્થીઓને ઝાડા ઉલ્ટીની અસર થઈ છે. આના પગલે 34 બાળકોને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને અનય બાળકોની આશ્રમમાં જ સારવાર કરવામાં આવી છે.

આ ઘટનાના પગલે સરકારી શાળાઓમાં આપવામાં આવતા આહાર અને તેમા ઉપયોગમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સામે અનેક સવાલો ઊભો થયા છે. આ ફૂડ પોઇઝનિંગની ઘટનાના કારણો કયા છે. સદનસીબે હજી સુધી કોઈ બાળકનો જીવ ગયો નથી, પણ એનો અર્થ એવો તો ન જ કરી શકાય કે આવું નહી જ થાય. આ કંઈ આશ્વાસન લઈને બેસવા જેવી વાત નથી. તપાસ કરવા જેવી વાત છે. જો કોઈ જાનહાનિ થઈ હોત અથવા બાળકને કાયમ માટે શારીરિક નુકસાન થતું હોત તો તેની જવાબદારી કોની રહેત.

શું આશ્રમની શાળાઓને આપવામાં આવતા અનાજની ગુણવત્તાના મુદ્દે કોઈ ધારાધોરણ છે કે નહી. શું આશ્રમ શાળાઓમાં પૂરા પડાતા ખાદ્ય પદાર્થોમાં વપરાતા કાચા માલની ગુણવત્તાની ચકાસણી થઈ હતી કે નહી કે પછી આ પ્રમાણ દર વખત કરતાં થોડું વધી ગયું હતું. આ રીતે હલકી ગુણવત્તાવાળું અનાજ કે ખાદ્ય પદાર્થો બાળકોને પૂરા પાડનારા હલકી માનસિકતાવાળા લોકો સામે પગલા ક્યારે લેવાશે. બાળકા સાથે બનેલી આ ઘટના માટે જવાબદાર સંચાલકો સામે પગલાં ક્યારે લેવાશે. શું સરકાર તે સુનિશ્ચિત કરી શકશે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને. આવી ઘટનાને રોકવા માટે કયા પ્રકારના કડક પગલાં લઈ શકાય.

આ ઘટના દર્શાવે છે કે ખાદ્ય પદાર્થોની ગુણવત્તાના મોરચે સરકારે વધારે આકરું વલણ અપનાવવાની જરૂર છે. તેમા પણ જ્યાં બાળકો માટે તેનો ઉપયોગ કરવામા આવનારો હોય ત્યારે તો ગુણવત્તાનું સ્તર અત્યંત ઊંચું હોવું જરૂરી છે.