Politics/ મહુઆ મોઇત્રાએ રામદેવ પર કટાક્ષ કરતા કર્યું ટ્વીટ- એરેસ્ટ તો કોઇનો બાપ પણ નથી કરી શકતો

રામદેવનાં એલોપેથ અને ડોકટરોને લઇને આપેલા નિવેદન બાદ વિવાદ થંભવાનું નામ નથી લઈ રહ્યો. સોશિયલ મીડિયા પર બાબા રામદેવનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે કહેતા જોવા મળે છે કે અરેસ્ટ તો તેમનો બાપ પણ ન કરી શકે.

Top Stories Trending
1 18 મહુઆ મોઇત્રાએ રામદેવ પર કટાક્ષ કરતા કર્યું ટ્વીટ- એરેસ્ટ તો કોઇનો બાપ પણ નથી કરી શકતો

રામદેવનાં એલોપેથ અને ડોકટરોને લઇને આપેલા નિવેદન બાદ વિવાદ થંભવાનું નામ નથી લઈ રહ્યો. સોશિયલ મીડિયા પર બાબા રામદેવનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે કહેતા જોવા મળે છે કે અરેસ્ટ તો તેમનો બાપ પણ ન કરી શકે. બાબાનાં આ નિવેદન પછી, એલોપેથ વિ. રામદેવ યુદ્ધ ફરી એકવાર શરૂ થઈ ગયું છે. જોકે, રામદેવનાં નિવેદન બાદ તૃણમૂલ કોંગ્રેસનાં નેતા મહુઆ મોઇત્રાએ રામદેવને ઘેરી લીધા છે. મોઇત્રાએ ટ્વિટ કર્યું છે કે, સ્વામી રામદેવની ધરપકડ તો કોઇનાં બાપ પણ નહી કરી શકે. ભાઈ અને પિતા વિપક્ષની ધરપકડ કરવામાં વ્યસ્ત છે.

શું થશે કાર્યવાહી? / સુરતમાં કાયદાનાં રક્ષકોએ જ પોતે કાયદાની ધજીયા ઉડાવી

આપને જણાવી દઇએ કે, મોઇત્રાનું આ ટ્વીટ તાજેતરનાં નારદા કેસમાં ટીએમસી નેતાઓની ધરપકડ સાથે જોડવામાં આવી રહ્યું છે. તેમની આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે અને લોકો તેના પર ટિપ્પણીઓ કરી રહ્યા છે. જોકે મહુઆ મોઇત્રાએ પોતાના ટ્વીટમાં સરકારનો ઉલ્લેખ કર્યો ન હતો, તેમ છતાં, તેમનું ટ્વીટ તાજેતરનાં નારદા કેસમાં ટીએમસી નેતાઓની ધરપકડ સાથે જોડવામાં આવી રહ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે, કોરોના રોગચાળા વચ્ચે યોગ ગુરુ રામદેવ એલોપેથી થેરાપી પર સવાલ ઉઠાવતા જે વિવાદ સર્જાયો હતો તે હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં દરબાર સુધી પહોંચી ગયો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રામદેવ પર કોરોના રસીકરણ અંગે ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો છે અને રાજદ્રોહ હેઠળ કેસ દાખલ કરીને કાર્યવાહી કરવાની માંગ કરી છે.

કોરોનાનું ગ્રહણ / મુંબઈ – અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પણ કોરોનાનું ગ્રહણ, પ્રોજેકટમાં વધુ વિલંબ થવાની શકયતાઓ

આઇએમએ એ બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ પત્ર લખીને જણાવ્યું છે કે, રસીકરણ અંગે પતંજલિનાં માલિક રામદેવે ફેલાયેલી ખોટી માહિતી ફેલાવવી બંધ કરવી જોઈએ.વળી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) તરફથી રામદેવને માનહાનિની ​​નોટિસ મોકલવાના સમાચાર પછી ‘અરેસ્ટ બાબા રામદેવ’નો ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યો છે. આ પછી, બાબાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં તે કહેતા જોવા મળે છે કે બાબા રામદેવની ધરપકડ કરી શકે તેવી કોઇ બાપની તાકાત નથી. આ વીડિયો ક્યારનો છે તે અંગે કોઈ માહિતી મળી નથી. આટલું જ નહીં, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની મુખ્ય શાખાએ બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો છે. જેમાં તેણે કહ્યું છે કે, રામદેવ વતી રસીકરણ અંગે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે, તેથી તેમની સામે દેશદ્રોહનો કેસ ચલાવવો જોઇએ.

kalmukho str 24 મહુઆ મોઇત્રાએ રામદેવ પર કટાક્ષ કરતા કર્યું ટ્વીટ- એરેસ્ટ તો કોઇનો બાપ પણ નથી કરી શકતો