અમદાવાદ/ સિવિલ મેડિસિટીમાં કોવિડ યુનિટ બંધ થતાં 1000 થી વધારે લોકોને કરાયા છૂટા

કોઈ કોવિડ ડ્યુટી કરવા રાજી નહોતું ત્યારે અનેક લોકોએ જવાબદારી સમજીને ડ્યુટી જોઈન કરી હતી. પરંતુ એ તમામ ને આજે છુટા કરી દેવામાં આવ્યા છે. 

Top Stories Ahmedabad Gujarat
લોકો બેરોજગાર સિવિલ મેડિસિટીમાં કોવિડ યુનિટ બંધ થતાં 1000 થી વધારે

આમ તો કોરોના કેસ ઓછા થયા એ ખૂબ સારી બાબત છે પરંતુ કોરોના એ જતા જતા અનેકની રોજગારી છીનવી લીધી હોવાનું સામે આવ્યું છે સિવિલ મેડિસિટીમાં કોવિડ યુનિટ બંધ થતાં 1000 થી વધારે લોકો બેરોજગાર બની ગયા છે.

રોજગારીની વાતો વચ્ચે રાજ્યમાં બેરોજગારી દર દિવસે દિવસે વધી રહ્યો છે. કોરોના બીજી લહેર આવતા સરકારને સારવાર કેવી રીતે કરવી તે અંગે મુંજવણ ઉભી થઇ હતી.  એવામાં કોવિડ ડ્યુટી માટે સ્ટાફની ભરતી કરી હતી. જે સ્ટાફને કોરોના કેસ ઘટી જતાં છૂટો કરી દેવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે.  વર્ગ 1 થી વર્ગ 4 મળી 1000 થી વધારે લોકોને છુટા કરી દેવામાં આવતા લોકો બેરોજગાર બન્યા છે.

જ્યારે કોઈ કોવિડ ડ્યુટી કરવા રાજી નહોતું ત્યારે અનેક લોકોએ જવાબદારી સમજીને ડ્યુટી જોઈન કરી હતી. પરંતુ એ તમામ ને આજે છુટા કરી દેવામાં આવ્યા છે.

  • સિવિલ હોસ્પિટલમાથી 218 નર્સિંગ કર્મી,
  • 4 સુપર સ્પેશીયાલિસ્ટ ડોકટર એટલે કે ક્લાસ વન,
  • 38 મેડિકલ ઓફિસર,
  • 109 પેરા મેડિકલ,
  • 490 સફાઈ કર્મી છુટા કરાયા છે

રાજ્યમાં એક તરફ બેરોજગારી દર વધી રહ્યો છે સામાન્ય પોસ્ટ માટે ઊચ્ચ શિક્ષણ મેળવેલા લોકો લાખોની સંખ્યા માં અરજી કરી રહ્યા છે ત્યારે આ આંકડા ઘણા ગંભીર કહી શકાય ઉલ્લેખનીય છે કે એસવીપી હોસ્પિટલ કે જ્યાં પણ કોરોના સારવાર ચાલી રહી હતી ત્યાંથી 700 નર્સ ને પણ છુટા કરી દેવામાં આવ્યા છે

Controversy / નોનવેજની લારીઓ હટાવવા મુદ્દે CMનું નિવેદન : લોકોને જે ખાવું હોય તે ખાઈ શકે છે

National / દેશભરમાં હવે 24 કલાક પોસ્ટમોર્ટમ થશે, કેન્દ્રીય આરોગ્યમંત્રીની ટ્વીટ દ્વારા જાહેરાત

સહાયમાં અવ્યવસ્થા / કોરોના સહાયના ફોર્મ મેળવવામાં ધાંધિયા, નાગરિકોને ફોર્મ ન મળતા ભારે હાલાકી