Not Set/ સર્જિકલ સ્ટ્રાઈકનું શાબ્દિક બાણ છોડ્યા બાદ પાકે. પૂંછ સેક્ટરમાં કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

શ્રીનગર, કટ્ટર પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા ભારતને એકના બદલામાં કરીશું ૧૦ સર્જિકલ સ્ટ્રાઈક કરવા અંગેની ધમકી આપવામાં આવી હતી. જો કે આ ધમકીના ગણતરીમાં કલાકોમાં પાકિસ્તાન દ્વારા પોતાની નાપાક હરકતને ઉજાગર કરતા જમ્મુ-કાશ્મીરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. રવિવારે સર્જિકલ સ્ટ્રાઈક અંગેનું શાબ્દિક બાણ ચલાવ્યા બાદ પાકિસ્તાને પૂંછ સેકટરમાં લાઈન ઓફ કંટ્રોલ (LOC) પાસે સીઝફાયરનું ઉલ્લંઘન […]

Top Stories India Trending
652040 border zeenews સર્જિકલ સ્ટ્રાઈકનું શાબ્દિક બાણ છોડ્યા બાદ પાકે. પૂંછ સેક્ટરમાં કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

શ્રીનગર,

કટ્ટર પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા ભારતને એકના બદલામાં કરીશું ૧૦ સર્જિકલ સ્ટ્રાઈક કરવા અંગેની ધમકી આપવામાં આવી હતી. જો કે આ ધમકીના ગણતરીમાં કલાકોમાં પાકિસ્તાન દ્વારા પોતાની નાપાક હરકતને ઉજાગર કરતા જમ્મુ-કાશ્મીરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે.

india army સર્જિકલ સ્ટ્રાઈકનું શાબ્દિક બાણ છોડ્યા બાદ પાકે. પૂંછ સેક્ટરમાં કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

રવિવારે સર્જિકલ સ્ટ્રાઈક અંગેનું શાબ્દિક બાણ ચલાવ્યા બાદ પાકિસ્તાને પૂંછ સેકટરમાં લાઈન ઓફ કંટ્રોલ (LOC) પાસે સીઝફાયરનું ઉલ્લંઘન કરતા ફાયરીંગ કર્યું હતું. જો કે આ ફાયરીંગનો ભારતીય સુરક્ષાબળોના જવાનો દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે.

પાકિસ્તાન દ્વારા પુંછ જિલ્લાના દિગવર સેક્ટરમાં ભારતીય સેનાની ચોકીઓને નિશાન બનાવી હતી. બતાવવામાં આવી રહ્યું છે કે, પાક. દ્વારા નાના અને ઓટોમેટીક હથિયારો દ્વારા ભારતીય સેનાની ચોકીઓને નિશાન બનાવી હતી.

પાકિસ્તાને આપી હતી ભારતને આ ધમકી

પાકિસ્તાન દ્વારા ધમકી ઉચ્ચારતા કહ્યું છે કે, “ભારત જયારે પાકિસ્તાન સામે એક પણ સર્જિકલ સ્ટ્રાઈક કરે છે, તો તેઓ એકના બદલામાં  કરીશું ૧૦ સર્જિકલ સ્ટ્રાઈક કરવા માટે તૈયાર છે”.

https://twitter.com/RadioPakistan/status/1051119391147024384

પાકિસ્તાન સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફુરે કહ્યું હતું કે, “ભારત જયારે પાકિસ્તાનની સીમામાં અંદર ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરવાની કોશિશ કરે છે, તો ભારતને જવાબમાં ૧૦ સર્જિકલ સ્ટ્રાઈકના હુમલાનો સામનો કરવો પડશે”.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, “જે લોકો અમારી વિરુધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાનો પ્રયત્ન કરે છે તો પાકિસ્તાનની કાર્યક્ષમતા પર પણ કોઈ શંકા ન હોવી જોઈએ”.