Entertntment/ ‘વીર ઝારા’ થી લઇ ‘કોઈ મિલ ગયા’ સુધી… આ છે OTT પર ડિમ્પલ ગર્લની આકર્ષક મૂવીઝ

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ‘ડિમ્પલ ગર્લ’ના નામથી જાણીતી પ્રીતિ ઝિન્ટાની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે. બોલિવૂડની આ  અભિનેત્રી આજે 48 વર્ષની થઈ

Trending Entertainment
Pretty Zinta

Pretty Zinta: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ‘ડિમ્પલ ગર્લ’ના નામથી જાણીતી પ્રીતિ ઝિન્ટાની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે. બોલિવૂડની આ  અભિનેત્રી આજે 48 વર્ષની થઈ ગઈ છે. અભિનેત્રીના ચાહકો તેની ફિલ્મોને ખૂબ જ દિલથી જોવાનું પસંદ કરે છે. જો તમે પણ ‘ડિમ્પલ ગર્લ’ મૂવી જોવાના શોખીન છો, તો OTT પ્લેટફોર્મ પર ઉપલબ્ધ પ્રીતિ ઝિન્ટાની ‘વીર ઝારા’ થી લઈને ‘કોઈ મિલ ગયા’ સુધી, આ શાનદાર ફિલ્મોનો આનંદ લઈ શકો છો.

વીર ઝારા

યશ ચોપરા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં પ્રીતિ ઝિન્ટા(Pretty Zinta)એ ‘ઝારા હયાત ખાન’નું પાત્ર ભજવીને તેના ચાહકોને ખુશ કર્યા હતા. આ ફિલ્મમાં પ્રીતિએ શાહરૂખ ખાન સાથે રોમાન્સ કર્યો હતો. પ્રેક્ષકોનો  ફિલ્મને ખુબ પ્રેમ મળ્યો. પ્રીતિ ઝિન્ટાના ચાહકો તેની આ ફિલ્મ પ્રાઈમ વીડિયો પર જોઈ શકે છે.

ચોરી ચોરી ચૂપકે ચુપકે

વર્ષ 2001માં આવેલી સલમાન ખાન સાથેની આ ફિલ્મમાં પ્રીતિ ઝિન્ટા(Pretty Zinta)એ ધમાલ મચાવી હતી. આ ફિલ્મમાં અભિનેત્રીએ એક કોલગર્લની અદ્ભુત એક્ટિંગ કરીને તેના ચાહકોનું દિલ જીતી લીધું હતું. OTT દર્શકો પ્રાઇમ વિડિયો પર ‘ચોરી ચોરી ચૂપકે ચુપકે’ માણી શકે છે.

કલ હો ના હો

આ ફિલ્મમાં પ્રીતિ ઝિંટાએ શાનદાર અભિનય કર્યો હતો. આ ફિલ્મ માટે પ્રીતિ ઝિન્ટાને શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. ફિલ્મમાં દર્શકોને પ્રીતિ ઝિન્ટા અને શાહરૂખ ખાનની નોક ઝોક પસંદ આવી હતી. નેટફ્લિક્સ પર આ ફિલ્મ જોઇ શકાશે.

ધ હીરોઃ લવ સ્ટોરી ઓફ અ સ્પાય

આ ફિલ્મમાં અભિનેત્રીનો  કાશ્મીરી યુવતિનો રોલ દર્શકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. આ સાથે પ્રીતિ ઝિન્ટાને આ ફિલ્મમાં ડિટેક્ટીવ તરીકે જોઈને ચાહકો ખુશ થયા હતા. જે લોકો આ ફિલ્મ જોવા ઇચ્છતા હોય તેઓ યુટ્યુબ પર જોઈ શકે છે.

કોઈ મિલ ગયા

પ્રાઇમ વિડિયો પર ઉપલબ્ધ પ્રીતિ ઝિન્ટા અને રિતિક રોશનની જોડીએ આ ફિલ્મમાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. આ સાથે ફિલ્મમાં અભિનેત્રીનું કામ પણ ઘણું પસંદ કરવામાં આવ્યું હતું.

Entertentment/અલ્લુ અર્જુનની ‘અલા વૈકુંઠપ્રેમુલુ’નું હિન્દી ડબ વર્ઝન ઓનલાઈન રિલીઝ થશે, જાણો ક્યાં અને ક્યારે જોઈ શકશો

Dayanand Giri Ashram/વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પહોંચ્યા PM મોદીના ગુરુના આશ્રમમાં, સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ