જયપુર,
જયપુરના સવાઈ માનસિહ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમા યજમાન રાજસ્થાન રોયલ્સની ટીમે ૩૦ રને રોમાંચક વિજય મેળવ્યો છે. RR દ્વારા આપવામાં આવેલા ૧૬૫ રનના ટાર્ગેટનો પીછો કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ૧૯.૨ ઓવરમાં માત્ર ૧૩૪ રન જ બનાવી શકી હતી અને રાજસ્થાનની ટીમે ટુર્નામેન્ટમાં સાતમો વિજય હાંસલ કર્યો હતો.
આ વિજય સાથે જ રાજસ્થાન રોયલ્સની પ્લેઓફમાં પ્રવેશવાની આશા હજી જીવંત છે જયારે RCBની હાર સાથે IPLમાંથી બહાર થઇ ગયું છે.
That is that from Match 53 of #VIVOIPL.
The @rajasthanroyals beat #RCB by 30 runs with four balls to spare.#RRvRCB pic.twitter.com/j9JXu11oQX
— IndianPremierLeague (@IPL) May 19, 2018
રાજસ્થાન રોયલ્સના શાનદાર વિજયના હિરો સ્પિન બોલર શ્રેયસ ગોપાલ, ઓપનર બેટ્સમેન રાહુલ ત્રિપાઠી અને વિકેટકીપર બેટ્સમેન ક્લેશન રહ્યા હતા. પરંતુ શ્રેયસ ગોપાલને શાનદાર બોલિંગ પરફોર્મન્સના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ગોપાલે ૪ ઓવરમાં ૧૬ રન આપી ૪ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી.
Shreyas Gopal on a roll here. Four key wickets for him. #RCB 98/6 in a spot of bother.#RRvRCB pic.twitter.com/zZ7ZW7DQUj
— IndianPremierLeague (@IPL) May 19, 2018
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી રાજસ્થાનની ટીમે ૨૦ ઓવરમાં ૫ વિકેટના નુકશાને ૧૬૪ રનનો સ્કોર ખડકયો હતો. પ્રથમ બેટિંગ કરતા RRની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર બેટ્સમેન જોફ્રા આર્ચર પોતાનું ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયનમાં ભેગો થયો હતો. જયારે રાહુલ ત્રિપાઠીએ ૫૮ બોલમાં ૮૦ રનની મેચ વિનિંગ રમી હતી. ત્રિપાઠીએ ૮૦ રનની ઇનિંગ્સમાં ૩ સિક્સર અને ૫ ચોક્કા ફટકાર્યા હતા.
જો કે ત્યારબાદ કેપ્ટન અજીન્ક્ય રહાનેએ ૩૧ બોલમાં ૩૩ રન ફટકાર્યા હતા. જયારે મેચની અંતિમ ઓવરોમાં વિકેટકીપર બેટ્સમેન ક્લેશને ૨૧ બોલમાં ૩૨ રન ફટકાર્યા હતા. RCB તરફથી ઝડપી બોલર ઉમેશ યાદવે ૩ જયારે મોહમ્મદ સિરાજે ૧ વિકેટ ઝડપી હતી.
Watch @y_umesh's fast and furious 3-wicket haul.
▶️https://t.co/u79csvKwGn #RRvRCB pic.twitter.com/d6WfBMfO0T
— IndianPremierLeague (@IPL) May 19, 2018
રાજસ્થાન રોયલ્સ દ્વારા આપવામાં આવેલા ૧૬૫ રનના ટાર્ગેટનો પીછો કરતા બેંગલોરની ટીમ ૧૯.૧ ઓવરમાં માત્ર ૧૩૪ રનના સ્કોરે જ સમેટાઈ ગઈ હતી અને ૩૦ રનની હાર સાથે જ IPLમાંથી બહાર થઇ ગયું છે. ૧૬૫ રનના લક્ષ્યનો પીછો કરતા RCBને પ્રથમ ઝટકો કેપ્ટન વિરાટ કોહલીના સ્વરૂપમાં લાગ્યો હતો. કોહલી માત્ર ૪ રન જ બનાવી પેવેલિયનમાં ભેગો થયો હતો જયારે વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે ૨૧ બોલમાં ૨ સિક્સર અને ૩ ચોક્કા સાથે ૩૩ રન ફટકાર્યા હતા.
.@ABdeVilliers17 brings up his FIFTY. This is his 28th half century in #VIVOIPL pic.twitter.com/HWUniHt6pp
— IndianPremierLeague (@IPL) May 19, 2018
જો કે ત્યારબાદ ક્રિઝ પર આવેલા એ બી ડિવિલિયર્સે પોતાનું શાનદાર ફોર્મ યથાવત રાખતા ૩૫ બોલમાં ૭ ચોક્કા સાથે ૫૩ રનની તુફાની ઇનિંગ્સ રમી હતી. ત્યારબાદ RCBનો કોઈ પણ બેટ્સમેન રાજસ્થાનના બોલરો સામે ટકી શક્યો ન હતો અને પૂરી ટીમ માત્ર ૧૩૪ રનમાં જ તંબુભેગી થઇ ગઈ હતી. રાજસ્થાન તરફથી શ્રેયસ ગોપાલે ૪ ઓવરમાં ૧૬ રન આપી ૪ વિકેટ ઝડપી હતી.
