Beauty Tips: વરસાદની ઋતુમાં ગરમી, ભેજ અને પાણીના કારણે ચહેરા પર મેકઅપ જલ્દી ખરાબ થઈ જાય છે. જો વરસાદમાં પલળી જવાય તો પાણીની સાથે ચહેરા પરથી મેકઅપ પણ ટપકવા લાગે છે. તો ચોમાસામાં કઈ રીતે સુંદર દેખાશો.
ચોમાસામાં મેકઅપ માટેની ટિપ્સ
ચોમાસામાં મેકઅપ કરવા માટે પાવડર બેઝ મેકઅપનો ઉપયોગ કરવો. લિક્વિડ ફાઉન્ડેશનમાં થોડો લુઝ પાઉડર મિક્સ કરી દેવો.
મોટા ફાઉન્ડેશન બ્રશથી પાતળી લેયરમાં ધીરે ધીરે કવરેજ કરો જેથી તમને બેદાગ લુક મળે..
મેકઅપ લગાવતા પહેલા થોડી મિનિટ ચહેરા પર બરફથી મસાજ કરી લો. બરફથી મસાજ કરવાથી ચહેરા પરની ચિકાશ દુર થઈ જશે અને મેકઅપ પણ લાંબો સમય સુધી ટકશે.
ચહેરાની સાથે મેકઅપને ગરદન પર પણ અપ્લાય કરવો જરૂરી છે તેનાથી મેકઅપને ઇવન ટોન મળશે.
વરસાદમાં મેકઅપ કરીને બહાર જવાનું હોય તો પ્રાઇમર યુઝ કરવું બેસ્ટ રહેશે. તેનાથી ફાઉન્ડેશન લાંબા સમય સુધી ટકે છે અને પરસેવો પણ થતો નથી.
આઈ મેકઅપ કરવા માટે ચોમાસા દરમિયાન આઈ પેન્સિલનો ઉપયોગ કરો લિક્વિડ આઈલાઈનરનો ઉપયોગ કરવાનું ટાળો.
આ પણ વાંચો: કાન વિંધાવ્યા બાદ આટલું ધ્યાન રાખો, નહીંતર થઈ શકે છે ઈન્ફેક્શન
આ પણ વાંચો: સુંદરતા વધારવા બર્ડ પૉપ ફેશિયલ કરો
આ પણ વાંચો:ફેશનમાં હંમેશા ટ્રેન્ડમાં રહેતા મીની સ્કર્ટ! જુઓ સેલેબ્સ કેવી રીતે કરે છે ઈન્સપાયર…
