kite strings/ રાજકોટમાં સર્જાયો અકસ્માત; પતંગની દોરીથી યુવકનો કપાયો કાન

Rajkot News: ઉત્તરાયણના દિવસો નજીક આવી રહ્યાં છે ત્યારે પતંગની દોરીથી અકસ્માત સર્જાવાની ઘટના પણ બનતી રહે છે. ત્યારે રાજકોટના જસદણમાં બાઈક સવાર યુવક પતંગની દોરીથી કાન કપાતા ઘાયલ થયો છે. તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઉત્તરાયણના દિવસો પૂર્વે અકસ્માતોની હારમાળા સર્જાવા લાગી છે. પતંગની દોરીથી મોટર સાયકલ પર સવાર ચાલકોના કાન, […]

Gujarat Rajkot
પતંગની દોરી

Rajkot News: ઉત્તરાયણના દિવસો નજીક આવી રહ્યાં છે ત્યારે પતંગની દોરીથી અકસ્માત સર્જાવાની ઘટના પણ બનતી રહે છે. ત્યારે રાજકોટના જસદણમાં બાઈક સવાર યુવક પતંગની દોરીથી કાન કપાતા ઘાયલ થયો છે. તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ઉત્તરાયણના દિવસો પૂર્વે અકસ્માતોની હારમાળા સર્જાવા લાગી છે. પતંગની દોરીથી મોટર સાયકલ પર સવાર ચાલકોના કાન, ગળા કપાવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રાજકોટમાં ફરી એકવાર પતંગની દોરીથી કાન કપાવાની ઘટના બની છે. યુવક ભાવેશ ઠુમ્મરને જસદણ બાબરા હાઈવે પર બાઈક પર જતી વેળાં કાન કપાતા ગંભીર રીતે ઘાયલ થયો છે. બાદમાં યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

થોડા દિવસો અગાઉ સુરતમાં બાઈક સવાર યુવકનું પતંગની દોરીથી ગળું કપાતા ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયો હતો. બાદમાં તેને સઘન સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો.

આવી જ બીજી દુર્ઘટના આણંદમાં બની હતી. આણંદમાં યુવક બાઈક પર જઈ રહ્યો હતો, તે સમયે ગળામાં પતંગની દોરી આવતા પૂરપાટ ઝડપે જઈ રહેલા યુવકનું કરૂણ મોત નિપજ્યું હતું. ઉપરાંત, થોડા જ દિવસ પહેલા વડોદરામાં અકોડા બ્રિજ પર સ્કૂટર લઈ જઈ રહેલી મહિલાનું પતંગની દોરીથી ગળું કપાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.
પતંગની દોરીથી સુરક્ષિત કઈ રીતે રહી શકાય?

રસ્તા પર બહાર નીકળતી વખતે મફલર, સ્કાર્ફ, મોટો રૂમાલ ગળે અને ચહેરા પર બાંધવો, ફરજીયાત ફુલ માસ્ક હેલ્મેટ પહેરીને વાહન ચલાવવું, શરીર પર હાઈ-નેક જેકેટ પહેરી શકાય, હાથમાં મોજા પહેરવા જેથી આંગળીઓ કપાતી અટકાવી શકાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: