Not Set/ ભાજપમાંથી આવેલા બાબુ કટારાને કોંગ્રેસે ટિકિટ આપી

દાહોદ, ભારે મથામણને અંતે કોંગ્રેસ દ્વારા દાહોદ લોકસભા બેઠકના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે.દાહોદ લોકસભા બેઠક પર કોંગ્રેસમાંથી બાબુ કટારાના નામની જાહેરાત કરવામાં આવતા જ સ્થાનિક રાજકારણ ગરમાયું છે. બાબુ કટારા આજે તેમના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી હતી. આપને જણાવી દઈએ કે બાબુ કટારા ભાજપના સાંસદ રહી ચુક્યા છે. તેઓ વર્ષ 2004માં ભાજપની ટિકિટ પરથી […]

Gujarat Others
Untitled 13 ભાજપમાંથી આવેલા બાબુ કટારાને કોંગ્રેસે ટિકિટ આપી

દાહોદ,

ભારે મથામણને અંતે કોંગ્રેસ દ્વારા દાહોદ લોકસભા બેઠકના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે.દાહોદ લોકસભા બેઠક પર કોંગ્રેસમાંથી બાબુ કટારાના નામની જાહેરાત કરવામાં આવતા જ સ્થાનિક રાજકારણ ગરમાયું છે.

બાબુ કટારા આજે તેમના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી હતી. આપને જણાવી દઈએ કે બાબુ કટારા ભાજપના સાંસદ રહી ચુક્યા છે. તેઓ વર્ષ 2004માં ભાજપની ટિકિટ પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા હતા અને વિજય પણ મેળવ્યો હતો.

વર્ષ 2017માં તેમના પુત્ર ભાવેશે ભાજપમાંથી વિધાનસભાની ટિકિટ માંગી હતી પરંતુ ભાજપે ટિકિટ નહીં આપતા બાબુ કટારા ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા.હાલ તેઓ કોંગ્રેસના ધારાસભ્ય છે.

સ્થાનિક લેવલ પર બાબુ કટારાને સક્ષમ નેતા માનવામાં આવે છે જેથી જ પ્રભાબેન જેવા દિગ્ગજ નેતા અને માજી સાંસદની ટિકિટ કાપી બાબુ કટારાની પસંદગી કરવામાં આવી હોય તેવું મનાઈ રહ્યું છે.