આપઘાત/ સુરતમાં જમીનના ધંધાર્થીએ રિવોલ્વરથી પોતાને જ ગોળી મારી ટૂંકાવ્યું જીવન

કતારગામના એક વૃદ્ધે તેની રિવોલ્વોરથી ગોળી મારી જીવન ટૂંકાવ્યું હતું, ત્યારે લોહીલુહાણ હાલતમાં સાથી મિત્રોએ ઇજાગ્રસ્તને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં…

Gujarat Surat
રિવોલ્વોરથી
  • સુરતમાં જમીનના ધંધાર્થીએ કર્યો આપઘાત
  • કતારગામના ધંધાર્થીએ પલસાણા નજીક આપઘાત
  • પોતાની સર્વિસ રિવોલ્વરથી ફાયરિંગ કર્યું
  • જમીન લે વેચનું કામ કરતા હતા બાલુભાઈ વાળા
  • આપઘાતને લઈ અનેક અટકળો
  • પલસાણા પોલીસે તપાસ હાથ ધરી

સુરતમાં એક પછી એક આત્મહત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવામાં વધુ એક આત્મહત્યાની ઘટના સામે આવી છે. સુરત જિલ્લાના પલસાણાના બલેશ્વર ગામની સિમમાં કતારગામના એક વૃદ્ધે તેની રિવોલ્વોરથી ગોળી મારી જીવન ટૂંકાવ્યું હતું, ત્યારે લોહીલુહાણ હાલતમાં સાથી મિત્રોએ ઇજાગ્રસ્તને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હાજર તબીબે વૃદ્ધને મૃત જાહેર કર્યો હતો, ત્યારે હાલ તો પલસાણા પોલીસે વૃદ્ધના આપઘાત મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :જાણો, કેમ પત્નીથી છુપાઈને પાટણ આવ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આ છે કારણ

આ મામલે મળતી માહિતી અનુસાર, કતારગામ વિસ્તારમાં આવેલ મહાદેવનગર સોસાયટીમાં રહેતા 65 વર્ષીય બાલુભાઈ વાળા પલસાણામાં શ્યામ એન્ટરપ્રાઇઝ નામની સિમેન્ટ અને લોખંડની એજન્સી ધરાવે છે. રોજ નિત્યક્રમ મુજબ તેઓ પોતાની કારમાં ધંધા સ્થળે આવી કર્મચારીઓને બહાર નાસ્તો લેવા મોકલ્યા હતા. જોકે, કર્મચારીઓ એજન્સી પર પરત આવતા બાલુભાઈ વાળા તેઓને લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા, ત્યારે હેબતાઈ ગયેલા કર્મચારીઓએ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાલુ વાળાને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હાજર તબીબે બાલુ વાળાને મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો :રાજકોટમાં બનશે સ્માર્ટ પાર્કિંગ વ્યવસ્થા, વાહનો પાર્કિંગ કરવા ઓનલાઇન…

આ મામલે પોલીસને બનાવની જાણ થતાં જ પલસાણા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બાલુભાઈ વાળાએ પોતાની લાઇસન્સવાળી સર્વિસ રિવોલ્વોરથી ગળાના ભાગે ગોળી મારી આપઘાત કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જોકે, બાલુ વાળાના આપઘાતનું કારણ હજી જાણી શકાયું નથી.

આ પણ વાંચો :ગોંડલ અકસ્માતમાં મૃત્યુ પામનારના વારસદારોને સરકારે આર્થિક સહાયની કરી જાહેરાત

પોસ્ટમોર્ટમ રૂમ બહાર સ્નેહી મિત્રોએ જણાવ્યું હતું કે શાંત અને પ્રેમાળ સ્વભાવના બાલુભાઈ શ્રીમંત હતા. દીકરાઓ બહાર ગામ ફરવા ગયા છે. અમરેલી સાવરકુંડલા પાસેના બાઢડા ગામના રહેવાસી હતા. જમીન લે વેચના કામકાજ સાથે પણ સંકળાયેલા હતા. કોઈ આર્થિક સમસ્યા ન હતી. આપઘાતને લઈ અનેક પ્રશ્નો ઉભા થાય છે. સમાજના કોઈ પણ વ્યક્તિ બાલુભાઈના આપઘાતની વાતને માનવા તૈયાર નથી.

આ પણ વાંચો :રાજ્યમાં વધશે હવાઈ સેવાનો વ્યાપ, એર એમ્બ્યુલન્સ અને કૃષિ ઉડાન સહિત અનેક નવી સેવાઓ થશે શરુ

આ પણ વાંચો : લાંચ લેતા ઝડપાયેલા જેલ સિપાઈ હિતેશ રબારીના 2 દિવસના પોલીસ રીમાન્ડ મંજૂર