Heart Attack/ રાજકોટમાં 24 કલાકમાં 8 લોકોને હાર્ટએટેક આવતા ચિંતામાં થયો વધારો

સામાન્ય રીતે 60 વર્ષે લોકો હૃદયરોગના હુમલાનો શિકાર થતા હતા જ્યારે છેલ્લા કેટલાક સમયથી 40 વર્ષ અને તેનાથી નાની વયના લોકો પણ કાર્ડિયાક એટેકનો ભોગ બનતા મૃત્યુ પામી રહ્યા છે.

Gujarat Rajkot
YouTube Thumbnail 2023 10 28T113150.447 રાજકોટમાં 24 કલાકમાં 8 લોકોને હાર્ટએટેક આવતા ચિંતામાં થયો વધારો

આજકાલ હાર્ટએટેક મૃત્યુ પામવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં 24 કલાકમાં 6 લોકોના મૃત્યુ થતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સામાન્ય રીતે 60 વર્ષે લોકો હૃદયરોગના હુમલાનો શિકાર થતા હતા જ્યારે છેલ્લા કેટલાક સમયથી 40 વર્ષ અને તેનાથી નાની વયના લોકો પણ કાર્ડિયાક એટેકનો ભોગ બનતા મૃત્યુ પામી રહ્યા છે. કોરોના બાદથી હૃદય સંબંધિત બીમારીના કિસ્સા વધી રહ્યા છે. ડોક્ટરો પણ નાની વયે હાર્ટએટેકના વધતા કેસથી ચિંતિત બન્યા છે.

રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં યુવાનો સામાન્ય કામ કરતા અચાનક ઢળી પડતા હૃદયરોગના હુમલામાં મૃત્યુ પામ્યા. કોઈ યુવાન ફળીયામાં ઢળી પડ્યો તો એક પ્રૌઢ વ્યક્તિ અચાનક પડી ગયા. જ્યારે એક એનઆરઆઈ સીનીયર સિટીન નાસ્તો કર્યા બાદ અચાનક પડી ગયા. તો એક વ્યક્તિ મંદિર દર્શન કરવા ગયો ત્યાં એટેક આવતા હૃદયરોગના હુમલાનો શિકાર થયો. અચાનક હાર્ટએટેક આવતા વ્યક્તિઓ મૃત્યુ પામતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો. 24 કલાકની અંદર હાર્ટએટેકથી મૃત્યુ પામેલ વ્યક્તિઓની ઉંમર ઉંમર 38થી 60 વર્ષ સુધીની હતી. હાર્ટએટેકથી મૃત્યુના કિસ્સાનો સિલસિલો વણથંભ્યો રહેતા તંત્રની ચિંતા વધી.

ગઇકાલે રાજકોટના નવા થોરાળાના ગોકુલપરામાં રહેતો ૩૮ વર્ષનો યુવાન રાતે એકાએક ફળીયામાં ઢળી પડ્યો. જ્યારે બામણબોરના 53 વર્ષના આધેડ ઘરે એકાએક બેભાન થઈ ગયા. અને રૈયા રોડ પર રહેતા NRI વેપારી વૃદ્ધ અચાનક બેભાન થયા. ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા. હાર્ટએટેકથી મૃત્‍યુ થયાનું પોસ્‍ટમોર્ટમ બાદ જાહેર થયું હતું. આ સિવાય એક યુવાન તહેવાર નિમિત્તે ગામમાં માતાજીના મંડપમાં ડાકલા વગાડતો હતો. આ યુવાન ડાકલા વગાડતા જ હાર્ટએટેક આવતા ત્યાંજ ઢળી પડ્યો અને મૃત્યુ પામ્યો. ઉપરાંત નિવૃત એએસઆઇના પુત્ર રેલનગરના યુવાનનું સવારે નાસ્‍તો કર્યા બાદ હાર્ટએટેક આવી જતાં મૃત્‍યુ થયું. જ્‍યારે અન્ય એક યુવાનું વાંકાનેરના ગુંદાખડામાં હાર્ટએટેકથી મોત થયું હતું.  રેલનગરના બેતાલીસ વર્ષિય યુવાનનું પણ સવારે એકાએક ઢળી પડયા બાદ મૃત્‍યુ થયું હતું. તેમજ રાજકોટના એક પ્રોઢ પરિવાર સાથે ગત સાંજે કાથરોટા મહાકાળી માતાજીના દર્શને ગયા હતાં અને રોકાયા હતાં. સવારે એકાએક ઢળી પડયા હતાં. તબીબે તપાસ કરતા હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યું.

આમ છેલ્લા ચોવીસ કલાકમાં રાજકોટમાં આઠ લોકોને સામાન્ય કામ કરતા હાર્ટએટેક આવતા જીવ ગુમાવ્યો. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હાર્ટએટેકની ઘટનાઓ વધી છે. હાર્ટએટેકમાં મોટાભાગે પુરુષો મૃત્યુ પામ્યા હોવાના કિસ્સા સામે આવ્યા છે. જ્યારે હાલમાં પાલનપુરમાં એક 20 વર્ષની યુવતી હાર્ટએટેક આવતા મૃત્યુ પામી હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં જ એક પખવાડીયામાં ડઝનથી વધુ લોકોના હૃદય બંધ પડી જવાથી મૃત્‍યુ થયાનું સામે આવ્‍યું હોઇ આને કારણે સર્વત્ર ચિંતા વ્‍યાપી ગઇ છે.


whatsapp ad White Font big size 2 4 રાજકોટમાં 24 કલાકમાં 8 લોકોને હાર્ટએટેક આવતા ચિંતામાં થયો વધારો


આ પણ વાંચો : ધમકી/ સલમાન, શાહરૂખ પછી મુકેશ અંબાણીને પણ મળી જીવથી મારી નાખવાની ધમકી

આ પણ વાંચો : ASSAM/ ‘સરકારી કર્મચારીઓને બીજા લગ્ન કરવાનો અધિકાર નથી, જો ધર્મ પરવાનગી આપે તો…’

આ પણ વાંચો : Lunar Eclipse/ ચંદ્રગ્રહણ પર રચાતા ગજકેસરી યોગથી આ જાતકોને થશે ધનલાભ