અરબી સમુદ્ર તોફાની થવાની શક્યતાઓ અને સમુદ્રમાં વધુ મોજા ઉછળવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સમુદ્ર તોફાની બની શકે છે તેમજ સમુદ્ર તટીય વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તેવી હવમાન વિભાગે આગાહી કરી છે, આજે પોરબંદર જિલ્લામાં વાતાવરણમાં પલટો જવા મળી રહ્યો છે. ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. પવનની દિશા બદલાઈ રહી છે. આજે સવાર થી ઉકળાટ વધી રહ્યો છે.
ભારતીય હવામાન વિભાગે આજે સમુદ્ર સાથે જોડાયેલી તમામ એજન્સીઓને જાણ કરતો એક પત્ર મોકલી આપ્યો હતો. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન અને હવામાન વિભાગની આગાહીની પગલે આજે વહેલી સવારે રાજ્યના અલગ અલગ બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવેલ છે. જેમાં દેવભૂમિ જિલ્લાન વાડીનાર બંદર પર પણ એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવેલ છે. જામનગર અને પોરબંદર સહીત સૌરાષ્ટ્રના વિવિધ પાંચ બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવેલ છે.
સમુદ્રમાં તોફાની વાવાઝોડાની આગાહીને પગલે માછીમારોને પણ સમુદ્રમાં નહીં જવા ચેતવણી આપતું પોર્ટ પર સિગ્નલ લગાવી સાવચેત કરવામાં આવેલ છે. જોકે હાલ માછીમારોએ પોતાની ફિશિંગ બોટો કિનારાથી ઉપર લઇ લીધી છે. ને સીઝન નહીં હોવાથી ફિશિંગ બોટોના રીપેરીંગ કામો શરૂ કરી દીધી હતા. જોકે મોટાભાગની ફિશિંગ બોટો કિનારા પાર આવી ગયેલા છે અને ફિશિંગ માટે ની પરવાનગી આપવાનું પણ કચેરી દ્રારા બંધ કરવામાં આવેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
