Not Set/ મોહમ્મદ શમીની બેટિંગ શૈલી જોઇને IPL ફેન્ચાઈજીની આ ટીમ પણ બોલી ઉઠી, શમી પાજી…

ભારતીય ટીમનાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આ લોકડાઉનમાં તેના ગામમાં સમય પસાર કરી રહ્યો છે. શમી લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. શમીએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં શમી તેની બેટિંગની પ્રતિભા બતાવતા નજરે પડે છે. […]

Uncategorized

ભારતીય ટીમનાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આ લોકડાઉનમાં તેના ગામમાં સમય પસાર કરી રહ્યો છે. શમી લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. શમીએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે.

આ વીડિયોમાં શમી તેની બેટિંગની પ્રતિભા બતાવતા નજરે પડે છે. ચાહકો પણ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આટલું જ નહીં, ઇરફાન પઠાણે પણ વીડિયો જોયા પછી પોતાની પ્રતિક્રિયા આપી હતી અને પૂછ્યું હતું કે અંતે કોણ બોલિંગ કરી રહ્યું છે. શમીએ કહ્યું કે તેનો નાનો ભાઈ મોહમ્મદ કૈફ. આ સિવાય આઈપીએલની ફ્રેન્ચાઇઝી કિંગ્સ ઇલેવન પંજાબે પણ શમીની બેટિંગ પ્રતિભા પર ટિપ્પણી કરી અને લખ્યું કે, શમી પાજી, આ કઈ લાઈનમાં આવી ગયા તમે? શમીએ વીડિયો શેર કરી ફેન્સને ઈંડોર ક્રિકેટનાં નિયમને બતાવવાનો આગ્રહ કર્યો છે.

આપને જણાવી દઈએ કે, આ વીડિયોમાં શમી ખૂબ સારી રીતે ડિફેન્સિવ શોટ રમી રહ્યો છે. ખાસ કરીને ફોરવર્ડ ડિફેન્સ અને ઓન સાઇડમાં ફ્લિક કરવાનો જે ટેલેન્ટ શમીએ બતાવ્યો છે તેને જોઇને ફેન્સ પણ હેરાન થઇ ગયા છે. ચાહકો સતત આ વીડિયો પર ટિપ્પણી કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બેટિંગમાં શમીએ ખાસ કંઈ કર્યું નથી પરંતુ ઝડપી રન બનાવીને કેટલીક વખત તે ચાહકોનું દિલ જીતવામાં સફળ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.