ગમખ્વાર અકસ્માત/ ગોંડલ અકસ્માતમાં મૃત્યુ પામનારના વારસદારોને સરકારે આર્થિક સહાયની કરી જાહેરાત

નેશનલ હાઇવે પર બિલિયાળા ગામના પાટિયા પાસે એસેન્ટ કાર અને એસટી બસ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી,

Top Stories Gujarat

નેશનલ હાઇવે પર બિલિયાળા ગામના પાટિયા પાસે એસેન્ટ કાર અને એસટી બસ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં  લોકોના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી,આ અકસ્માતમાં મૃત્યુ પામનાર પરિવારને આર્થિક સહાય કરવાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે. 4 લાખ રૂપિયા પ્રતિ આપવાની જાહેરાત કરી છે. મૃતકોના વારસદારેને આ વળતરની સહાય મળશે. આ અકસ્માતમાંમરણ જનાર વ્યક્તિ પ્રત્યે ગુજરાતના મુખ્યમંત્રીએ સંવેદના વ્યક્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે    નેશનલ હાઇવે પર બિલિયાળા ગામના પાટિયા પાસે એસેન્ટ કાર અને એસટી બસ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં  લોકોના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. સુરતનો પટેલ પરિવાર ખોડલધામ ખાતે દર્શનાર્થે જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. જેમાં ભાઈ – બહેન, સાસુ – વહુ સહિત પાંચના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ સુરતના કપોદરા સોસાયટીમાં રહેતા અને મૂળ બગસરા પાસેના મૂંજીયાસર ગામના વતની અશ્વિનભાઈ ગોવિંદભાઇ ગઢિયા (ઉ.વ. 38), તેમના પત્ની સોનલબેન (ઉ.વ. 38), પુત્ર ધર્મિલ (ઉ.વ. 12), માતા શારદાબેન (ઉ.વ. 56), બનેવી પ્રફુલભાઈ બામ્ભરોલિયા અને બહેન ભાનુબેન અને ભાણેજ જેની (ઉ.વ. 8) સહિતનાઓ એસેન્ટ કાર જીજે- 5 – સીક્યુ 4239માં વતન સૌરાષ્ટ્રમાં સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગોમાં સુરતથી આવી રહ્યા હતા, ત્યારે સાથો સાથ ખોડલધામ ખાતે માતાજીના દર્શન પણ થઈ જાય તે માટે કાગવડ તરફ આવી રહ્યા હતા. સાંજે ચારેક વાગ્યા આસપાસ રાજકોટ – ગોંડલ નેશનલ હાઇવે પર બિલિયાળા ગામના પાટિયા પાસે કારનું ટાયર ફાટતા કાર ડિવાઈડર ટપી રોંગ સાઈડમાં જઇ એસટી બસ નં. જી.જે. 18 ઝેડ 4178 સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં અશ્વિનભાઈ, સોનલબેન, શારદાબેન, પ્રફુલભાઈ તેમજ ભાનુબેનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ધર્મિલ અને જેનીને ગંભીર ઇજા પહોંચી હતી.

બનાવના પગલે ગોંડલ તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, આ તરફ હાઇવે ઓથોરિટીની પેટ્રોલિંગ ટીમ અને એમ્બ્યુલન્સ પણ દોડી ગઈ હતી. ઇજાગ્રસ્ત બાળકોને તત્કાલ ગોંડલ બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. કાગળ કાર્યવાહી હાથ ધરી પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખસેડયા છે.

નેશનલ હાઇવે ઉપર અકસ્માતની જાણ થતા શિવમ સાર્વજનિક સેવા ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઇ માધડેએ ગોંડલ સરકારી હોસ્પિટલની બન્ને એમ્બ્યુલન્સ બંધ હોય કોટડા સાંગાણીથી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ બોલાવી ધર્મિલ અને જેનીને સારવાર માટે રાજકોટ ખસેડી મૃતકના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો, ટ્રસ્ટના સભ્ય ગીરીશભાઈ ગોહિલએ મૃતકના સોના ચાંદીના દાગીના એકઠા કરી પોલીસને સોંપ્યા હતા.