Sabarkantha News:ગાંભોઇ-ભિલોડા સ્ટેટ હાઇવે પર હિંમતપુર (Himmatpur) નજીક ચાલી રહેલા ઓવરબ્રિજના (overbridge) બાંધકામને કારણે બનાવેલા ડાયવર્ઝન રોડ પર વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.ભારે વરસાદને કારણે ડાયવર્ઝનની નીચે પાણીનો પ્રવાહ વધી ગયો હોવાથી સ્થાનિક વહીવટીતંત્રે સલામતીને પ્રાથમિકતા આપતા આ નિર્ણય લીધો છે.
[fvplayer id=”85″]
હિંમતપુરમાં ચાલી રહેલા ઓવરબ્રિજના બાંધકામને કારણે મુખ્ય રસ્તો બંધ કરવામાં આવ્યો હતો અને વાહનો માટે કામચલાઉ ડાયવર્ઝન રોડ બનાવવામાં આવ્યો હતો. જોકે, તાજેતરના ભારે વરસાદને કારણે ડાયવર્ઝનની નીચે પાણીનો પ્રવાહ વધી ગયો છે, જેના કારણે રસ્તો જોખમી બન્યો છે. પાણીના પ્રવાહને ધ્યાનમાં રાખીને, અકસ્માતો અને જાનહાનિ ટાળવા માટે વાહનવ્યવહાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પગલું સાવચેતીના ભાગ રૂપે લેવામાં આવ્યું છે.
આ પણ વાંચો:સાબરકાંઠા: ઈડર MLA રમણ વોરા સામે ખેડૂત નોંધણીનો વિવાદ
આ પણ વાંચો:સાબરકાંઠાઃ યુવાનને પૈસાની લાલચ આપી ટાર્ગેટ પૂરો કર્યો, આરોગ્ય વિભાગનું નસબંધી કૌભાંડ
