Delhi News/ દિલ્હી બ્લાસ્ટ કેસના આતંકી ડો. આદિલ મુદ્દે મોટા સમાચાર, મોબાઈલ ચેટમાં થયો ઘટસ્ફોટ

આતંકી ડો.આદિલની વોટસએપ ચેટમાં રૂપિયાની માંગણી કરવામાંઆવી હોવાનું સામે આવ્યું છે.

Top Stories India

Delhi News : દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં બોમ્બ બ્લાસ્ટમાં સંડોવાયેલા આતંકવાદીના મોબાઈલ ચેટમાં ઘટસ્ફોટ થયો છે. જેમાં વ્હાઇટ કોલર મોડ્યુલના આતંકીની ઓનલાઇન ચેટ રિકવર કરવામાં આવી છે.તપાસ કરતા આતંકી ડો.આદિલની વોટસએપ ચેટમાં રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

જેમાં સપ્ટેમ્બર 5,6,7 અને 9 તારીખની ચેટમાં રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.આ ચેટમાં સેલેરીના કોડવર્ડમાં રૂપિયાની માંગણીની ચર્ચા કરવામાં આવી હતી.દિલ્હી બ્લાસ્ટમાં આ રૂપિયાનો ઉપયોગ થયો હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે.પોલીસે વોટસએપ ચેટના પુરાવાના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 10 નવેમ્બર, 2025 ના રોજ, દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક એક કાર બોમ્બ વિસ્ફોટથી રાજધાની અને સમગ્ર દેશ હચમચી ગયો હતો. વિસ્ફોટ પછી તરત જ કારમાં આગ લાગી ગઈ હતી. તેણે નજીકની બે અન્ય કારને પણ પોતાની લપેટમાં લઈ લીધી હતી, જેમાં તે બળીને રાખ થઈ ગઈ હતી. આ ઘટનાને ‘વ્હાઇટ કોલર ટેરર’ નેટવર્કનો ભાગ ગણાવવામાં આવી રહી છે, જેમાં શિક્ષિત વ્યાવસાયિક ડોકટરો શામેલ છે.

આ હુમલામાં 10થી વધુ લોકોના મોત થયા છે અને 20 થી વધુ ઘાયલ થયા છે. પ્રારંભિક તપાસ સૂચવે છે કે આ હુમલામાં વિદેશી દેશો સાથે સંબંધ હોઈ શકે છે. પાકિસ્તાન અને તુર્કી પણ આમાં સંડોવણીની શંકા છે. જોકે, રિપોર્ટમાં હજુ સુધી કોઈ વિદેશી આતંકવાદીનું નામ લેવામાં આવ્યું નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દિલ્હી બ્લાસ્ટ : યુરિયા પીસવા માટે ઉપયોગમાં લેવાતું ગ્રાઇન્ડર ઓટો ડ્રાઇવરના ઘરેથી મળ્યું

આ પણ વાંચો:દિલ્હી બ્લાસ્ટ કેસ : ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન ATSના અમદાવાદમાં ધામા

આ પણ વાંચો:દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસ ગૃહ મંત્રાલયે NIAને સોંપી તપાસ, અત્યાર સુધી 10ના મોત