Not Set/ અમદાવાદમાં વધુ એક હત્યા, અંગત અદાવતમાં યુવકને છરીના ઘા મારી ઉતાર્યો મોતને ઘાટ

અમદાવાદમાં સતત હત્યાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. એવું લાગી રહ્યું છે જાણે હત્યા જેવી ઘટનાનો હવે સામાન્ય બની ગઈ છે. અમરાઈવાડી અને નિકોલ બાદ હવે મેઘાણીનગરમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર મેઘાણીનગરના જોગેશ્વરી નગરમાં રહેતા એક યુવકની અંગત અદાવતમાં જાહેરમાં છરીના ધા માર્યા હતા જી બાદ યુવકને સારવાર માટે માટે […]

Ahmedabad Gujarat
05976976890a738f6176e3355066974d અમદાવાદમાં વધુ એક હત્યા, અંગત અદાવતમાં યુવકને છરીના ઘા મારી ઉતાર્યો મોતને ઘાટ
05976976890a738f6176e3355066974d અમદાવાદમાં વધુ એક હત્યા, અંગત અદાવતમાં યુવકને છરીના ઘા મારી ઉતાર્યો મોતને ઘાટ

અમદાવાદમાં સતત હત્યાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. એવું લાગી રહ્યું છે જાણે હત્યા જેવી ઘટનાનો હવે સામાન્ય બની ગઈ છે. અમરાઈવાડી અને નિકોલ બાદ હવે મેઘાણીનગરમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર મેઘાણીનગરના જોગેશ્વરી નગરમાં રહેતા એક યુવકની અંગત અદાવતમાં જાહેરમાં છરીના ધા માર્યા હતા જી બાદ યુવકને સારવાર માટે માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ મામલે મેધાણીનગર પોલીસે આરોપી તેજસ મહેરિયા અને તેના માતાપિતા સામે ગુનો નોંધી તેજસની ધરપકડ કરી હતી.

આ મામલે કલાપી નગરમાં રહેતા વિઠ્ઠલભાઈ પરમાર એ પોલીસ ફરિયાદ આપી છે કે ગુરૂવારે બપોરના સમયે તેઓ ઘરે હાજર હતા તે દરમિયાન તેમની પડોશમાં રહેતા અમરતભાઈ તેમના ઘરે આવ્યા હતા. અને ફરિયાદીના દીકરા કેતનનો બહાર ઝઘડો ચાલી રહ્યો હોવાની જાણ કરી હતી. જેથી ફરિયાદી તરત જ ચાલીમાં બહાર પહોંચ્યા હતા. જ્યાં તેજસ ઉર્ફે તેજુ, જીતુ મહેરિય અને તેના પત્ની કેતન સાથે ઝઘડો કરી રહ્યાં હતાં. તેને બિભત્સ ગાળો આપી રહ્યા હતા. એટલું જ નહીં ઝઘડો એ હદે વધી ગયો હતો કે, જીતુભાઈએ કેતન ની ફેટ પકડી લીધી હતી.

જ્યારે તેજસ ઉર્ફે તેજુ એ કેતનને કાનની નીચેના ભાગે છરી મારી દીધી હતી. આ ધટના બાદ આસપાસ માં લોકો ભેગા થઈ ગયા હતાં અને તેમણે 108 ને જાણ કરી હતી. કેતનને લોહીલુહાણ હાલત માં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.