ઉના/ પોલ્ટ્રીફાર્મમાં પાંચ દિવસમાં 100 થી વધુ મરધાના મોત નિપજ્યા, પશુ ડોક્ટરોએ ચકાસણી હાથ ધરી

પોલ્ટ્રીફાર્મ કેન્દ્રમાં પાંચ દિવસમાં 100 થી વધુ મરધાના મોત નિપજ્યા, પશુ ડોક્ટરોએ ચકાસણી હાથ ધરી

Top Stories Gujarat Others
covid 4 પોલ્ટ્રીફાર્મમાં પાંચ દિવસમાં 100 થી વધુ મરધાના મોત નિપજ્યા, પશુ ડોક્ટરોએ ચકાસણી હાથ ધરી

@કાર્તિક વાજા, ઉના

ઊનાના ચીખલી ગામે આવેલા પોલ્ટ્રીફાર્મ કેન્દ્રમાં છેલ્લા પાંચ દિવસથી 100 થી વધુ મરધાના અચાનક મોત થતાં સ્થાનિક વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. અને આ મરધા મોત થતાં તેના પાછળ બર્ડફ્લુની શંકાને અનુલક્ષીને અધિકારીઓ પોલ્ટ્રીફામ પર ચકાસણી શરૂ કરી સમ્પલ લીધા છે.

દેશમાં વકરેલા બર્ડફ્લુના કહેર સામે રાજ્ય સરકારે સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવતા કોરોના બાદ વધુ એક સંકટ ધેરાતુ બની રહ્યુ છે. અને પક્ષીઓમાં બર્ડફ્લુનો રોગ જોવા મળતા પશુપાલન તેમજ પશુ ચિકિત્સા ડોક્ટર દ્વારા મરધા પાલન કેન્દ્રના પક્ષીઓમાં બર્ડફ્લુના લક્ષણોના દેખાય છેકે કેમ ? તેની ચકાસણી કરવા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરમ્યાન ઉનાના ચીખલી  ગામે વાડી વિસ્તારમાં ભાવેશ પાંચાભાઇ ચુડાસમાની વાડીમાં મરધા ઉછેર કેન્દ્ર પોલ્ટ્રીફાર્મ  હોય ત્યાં છેલ્લા પાંચ દિવસમાં 100 થી વધુ મરધાનો મોતની વિગત મળતા તંત્ર દોડતુ થયુ હતું.

Stock Market / શેરબજારમાં નવો ઇતિહાસ, સેન્સેક્સ પ્રથમ વખત 49,000 ને પાર

સ્થાનિક પશુ ડોક્ટર પ્રકાશ લીંબાણી ટીમ સાથે ધટના સ્થળે પહોચી હતી. અને પોલ્ટ્રીફાર્મ સંચાલક ભાવેશ ચુડાસમાને હકીકત પુછતાં તેણે સર્વે પ્રથમ ફાર્મમાં શિયાળ આવી જતાં એકી સાથે સોથી વધુ મરધાને દાંત બેસાડી દીધા હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી હતી. જેના કારણે મરધાના ટપોટપ મોત થયા હોવાની હકીકત આપતા આ વાત પશુ ચિકીસ્તકને ન ઉતરતા તેણે તાત્કાલીક જુનાગઢ ખાતે અધિકારીને જાણ કરતા ત્યાથી ડો.ડી એમ પરમાર તેમજ ડો.વધાસીયા તેમની ટીમ સાથે પોલ્ટ્રીફાર્મ ખાતે પહોચી ગયા હતા,  તમામ બાબતે નિરીક્ષણ કરી ચકાસણી કરી અને જણાવ્યું હતું કે,  હાલ બર્ડફ્લુના લક્ષણો દેખાતા નથી. તેમ છતાં વર્તમાન સ્થિતીને ધ્યાને લઇ આ મરધા ઉછેર કેન્દ્ર માંથી તંદુરસ્ત 4 અને બિમાર 3 મરધાના લોહીના નમૂના પરીક્ષણ માટે લીધા હતા. અને તેનો લેબટેસ્ટીંગ કર્યા બાદ રીપોર્ટ આવતા સાચી હકીકત બહાર આવશે.

bird-flu / દેશના તમામ પ્રાણી સંગ્રહાલયોને દૈનિક રીપોર્ટ કરવા આદેશ…

make in india / હવે ભારતમાં જ બનશે રાફેલ, જેટ અને પેન્થર હેલિકોપ્ટર, ફ્રાન્સ…

માણાવદર બર્ડફ્લુના પક્ષીઓમાં રોગ જોવા મળતા ભયનું વાતાવરણ ઉભુ થયુ છે. અને સરકાર દ્વારા એલર્ટ કરાતા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

એક સાથે 100 મરધા પર શિયાળાનો હુમલો

ચિખલી ગામે ફાર્મના સંચાલકના જણાવ્યા મુજબ એક સાથે 100 જેટલા મરધા પર શિયાળએ હુમલો કર્યો હતો.  પરંતુ આ હકીકત માની શકાય નહીં કારણકે 80 મરધા તો એકજ દિવસમાં મોત થયા હતા. જેના કારણે મરધા પાલન કેન્દ્રના પક્ષીઓ બર્ડફ્લુ શંકાસ્પદ છેકે શુ ? તેની તપાસ પણ મેડીકલ ટીમએ શરૂ કરી છે.

– વિદેશી પક્ષીઓને કારણે તંત્ર એલર્ટ…

ઊના તાલુકાના સમુદ્ર સીમામાં આવેલલ કંઠાળ વિસ્તારના છીંછરા મીઠા પાણીના બેટ આવેલ છે. અને દર વર્ષે હજારોની સંખ્યામમામં વિદેશી પક્ષીઓનું આગમન થતુ હોય તેને ધ્યાને રાખી તંત્ર એલર્ટ બની આ વિસ્તારની સીમામાં આવતા પક્ષીઓ પર નજર રાખી રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…