Not Set/ શું રાજકોટ બનશે કોરોના મુક્ત ?, 24 કલાકમાં 38 મોત, બપોર સુધીમાં 101 નવા કેસ

રાજકોટમાંથી કોરોના ધીમે ધીમે જઇ રહ્યો હોય તેવું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે.રાજકોટમાં મૃત્યુઆંકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 24 કલાકમાં 38 દર્દીના મૃત્યુ થયા છે. છેલ્લા 23 દિવસથી રોજ 60થી વધુ દર્દીઓના

Top Stories Gujarat Rajkot
recover4 શું રાજકોટ બનશે કોરોના મુક્ત ?, 24 કલાકમાં 38 મોત, બપોર સુધીમાં 101 નવા કેસ

રાજકોટમાંથી કોરોના ધીમે ધીમે જઇ રહ્યો હોય તેવું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે.રાજકોટમાં મૃત્યુઆંકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 24 કલાકમાં 38 દર્દીના મૃત્યુ થયા છે. છેલ્લા 23 દિવસથી રોજ 60થી વધુ દર્દીઓના મોત નીપજતા હતા ત્યારે આજે પ્રથમવાર મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે.ગઇકાલે 57 દર્દીના મોત થયા હતા તે પૈકી 8 દર્દીના કોરોનાથી મોત થયાનો ડેથ ઓડિટ કમિટીનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 38325 પર પહોંચી છે. આજે બપોર સુધીમાં નવા 101 કેસ નોંધાયા છે.

Rajkot Civil Hospital has other problems amid Covid — patient 'assault', recalling dead body

તારીખ: 12/05/2021 કુલ પોઝિટિવ :- 334

 કુલ ટેસ્ટ :- 6376
કુલ પોઝિટિવ :- 334
પોઝિટીવ રેઈટ :- 5.24 %
કુલ ડીસ્ચાર્જ :- 549

આજે તા. 12/05/2021 ના બપોરે 12:00 વાગ્યા સુધીમાં કુલ પોઝિટિવ કેસ :- 101

Coronavirus Gujarat new cases: Coronavirus cases in Gujarat rise to 30, CM urges people to stay indoors - The Economic Times

કુલ પોઝિટિવ કેસ :- 38325
કુલ ડિસ્ચાર્જ : 35250
રિકવરી રેઈટ : 92.21 %
કુલ ટેસ્ટ :- 1072836
પોઝિટિવિટી રેઈટ :- 3.56 %

આજે બપોરે 01:00 વાગ્યા સુધીમાં કુલ 6461 નાગરિકોએ રસી લીધી

18 plus vaccination 2 7 શું રાજકોટ બનશે કોરોના મુક્ત ?, 24 કલાકમાં 38 મોત, બપોર સુધીમાં 101 નવા કેસ

રાજકોટ શહેરમાં આજે બપોરે 01:00 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 3132 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 3329 સહિત કુલ 6461 નાગરિકોએ રસી લીધી છે. આજે ફરી ગુંદાવાડી બજારના વેપારીઓનો મીની લોકડાઉને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરમાં મોટાભાગની દુકાનો ખુલ્લી છે, જેની સામે 40 ટકા જેટલી દુકાનો જ બંધ છે. વેપારીઓનું કહેવું છે કે, જો 18 તારીખ પછી લોકડાઉન લંબાવાશે તો દુકાનો ખોલી નાખીશું. સરકાર સંપૂર્ણ લોકડાઉન કરે અથવા મિની લોકડાઉન હટાવે, આમ નાના વેપારીઓને નુકસાન થઇ રહ્યું છે.

લોકડાઉન માટે 18મી સુધી સહયોગ, 19 થી બજાર ખોલવાની વેપારીઓની ચીમકી

સરકાર દ્વારા લોકડાઉન લંબાવવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ માં 18 મી સુધી સહયોગ આપશે પરંતુ હવે લંબાવવામાં આવશે તો સહયોગ આપવામાં નહીં આવે તેવું ગુંદાવાળીનાવેપારીઓએ ચીમકી ઉચ્ચારી હતી.

ગઈકાલે રાજકોટમાં અનેક વેપારીઓ સંગઠનોએ કરી કલેકટરને રજૂઆત, મીની એવા અધકચરું લોકડાઉન થી નાના વેપારીઓની હાલત ખુબ ખરાબ, ઉપરાંત આ લોકડાઉનમાં 40% વેપાર જ બંધ છે, બાકી બજાર – માર્કેટ ચાલુ છે. જે 40% માર્કેટ બંધ છે, તેમાં નાના વેપારીઓને ખૂબ જ મોટી અસર થઈ છે.

રાજકોટ સોની બજાર ના ઝવેરીઓ એ પણ લોકડાઉન મુક્તિની માંગણી કરી છે. સવારે 10 થી બપોરે 4 સુધી શોરૂમ દુકાનો ખુલ્લા રાખવા માટે રજૂઆત કરવામાં આવી છે. 

આ રજૂઆતમાં રાજકોટ હોલસેલ ટેકસટાઇલ મર્ચન્ટ એસોસિએશન, ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી, રાજકોટ રેડીમેડ રિટેઇલ મર્ચન્ટ એસોસિએશન, લાખાજીરાજ રોડ, દિવાનપરા કોઠારીયા નાકા, નવા નાકા રોડ,  ઘીકાંટા રોડ, ભક્તિનગર,જંકશન પ્લોટ,ગાયકવાડી, સાંગણવા ચોક સહિતના વેપારી એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહી અને કલેકટરને રજૂઆત કરી હતી.

majboor str 8 શું રાજકોટ બનશે કોરોના મુક્ત ?, 24 કલાકમાં 38 મોત, બપોર સુધીમાં 101 નવા કેસ