શિક્ષણ વિભાગ/ ધો.12ના પરિણામની માર્કશીટનું માળખુ જાહેર, આવી રીતે તૈયાર થશે માર્કશીટ

રાજ્ય સરકાર ના જણાવ્યા અનુસાર ધો. 10ના પરિણામના 50 માર્ક્સ, ધો.11ના પરિણામના 25 માર્ક્સ, અને ધો.12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ભેગા કરી ધોરણ 12 ની માર્કશીટ તૈયાર કરવામાં આવશે. સંભવત: જુલાઇના બીજા અઠવાડિયામાં વિધાર્થીઓને તેમના પ્રમાણપત્ર મળી જશે.

Top Stories Gujarat Others
કોરોના 2 18 ધો.12ના પરિણામની માર્કશીટનું માળખુ જાહેર, આવી રીતે તૈયાર થશે માર્કશીટ

રાજ્યમાં કોરોના વાઇરસના કહેર વચ્ચે ધોરણ10-12ની પરિક્ષા નહિ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે સાથે રાજ્યના ધોરણ 10-12ના તમામ વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આજ રોજ સરકાર દ્વારા ધોરણ 12ના પરિણામની માર્કશીટનું માળખું જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર ના જણાવ્યા અનુસાર ધો. 10ના પરિણામના 50 માર્ક્સ, ધો.11ના પરિણામના 25 માર્ક્સ, અને ધો.12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ભેગા કરી ધોરણ 12 ની માર્કશીટ તૈયાર કરવામાં આવશે. સંભવત: જુલાઇના બીજા અઠવાડિયામાં વિધાર્થીઓને તેમના પ્રમાણપત્ર મળી જશે.

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સુપ્રીમ કોર્ટમાં પરીક્ષાના પરિણામો અંગેની એક ફોર્મ્યુલા રજૂ કરી છે જે અનુસાર 31 જુલાઈ સુધીમાં પરિણામો જાહેર કરવાની બોર્ડે નિર્ણય કર્યો છે.