New Delhi: શનિવારે યોજાયેલી લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં 63.36 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણી પંચે રવિવારે અપડેટ કરેલા આંકડા જાહેર કર્યા હતા. જો કે, અત્યાર સુધીમાં મતદાનના છ તબક્કામાં, 20 મેના રોજ યોજાયેલા મતદાનના પાંચમા તબક્કામાં સૌથી ઓછું 62.2 ટકા મતદાન થયું છે. સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન હવે 1 જૂને થશે.
છઠ્ઠા તબક્કામાં શનિવારે આઠ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની 58 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું. ઉત્તર પ્રદેશની 14 બેઠકો ઉપરાંત હરિયાણાની તમામ 10, બિહાર અને બંગાળની આઠ-આઠ, દિલ્હીની તમામ સાત, ઓડિશાની છ, ઝારખંડની ચાર બેઠકો અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરી બેઠકનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 2019ની સામાન્ય ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની 59 બેઠકો પર 64.40 ટકા મતદાન થયું હતું.
કયા તબક્કામાં કેટલું મતદાન થયું મતદાનની ટકાવારી
પ્રથમ 66.14
બીજું 66.71
ત્રીજું 65.68
ચોથું 69.16
પાંચમું 62.2
છઠ્ઠું 63.36
આ પણ વાંચો: PM મોદી ફરી બંગાળ આવશે,’બંગાલીર મોને મોદી’ થીમ પર રોડ શો કરશે
આ પણ વાંચો: બંગાળના દરિયાકાંઠે ત્રાટક્યું ‘રેમલ’ વાવાઝોડું; તારાજી સર્જાવાની આશંકા, લાખોને વિસ્થાપિત કરાયાં
આ પણ વાંચો: 106 વર્ષ પહેલા છપાયેલી રૂ. 10ની નોટની રોચક વાર્તા