Weather/ દિલ્હીમાં વધશે ઠંડી, ઉત્તર ભારતના આ વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના

દેશની રાજધાની દિલ્હીમાં લોકોને હાલમાં ઠંડીથી રાહત નથી મળે. હવામાન વિભાગે કહ્યું કે, દિલ્હીમાં ઠંડી વધુ વધશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવાર સુધીમાં દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ફરી ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી જઇ રહ્યું છે.

Top Stories India
a 364 દિલ્હીમાં વધશે ઠંડી, ઉત્તર ભારતના આ વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના

દેશની રાજધાની દિલ્હીમાં લોકોને હાલમાં ઠંડીથી રાહત નથી મળે. હવામાન વિભાગે કહ્યું કે, દિલ્હીમાં ઠંડી વધુ વધશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવાર સુધીમાં દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ફરી ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી જઇ રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની ટેકરીઓમાં હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે ઉત્તર ભારતના મેદાનવાળા વિસ્તારોમાં તાપમાન વધુ ચાર ડિગ્રી નીચે આવી જાય તેવી સંભાવના છે.

વાતાવરણમાં આવેલા પલટાના કારણે ઉત્તર ગુજરાતના મુખ્ય 5 શહેરોનું લઘુત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી ઉચકાયું હતું. પરંતુ ધુમ્મસ અને વાદળછાયા વાતાવરણના કારણે ઠંડીનું જોર યથાવત રહ્યું હતું. આ સાથે મોટાભાગે દિવસ ઠંડોગાર રહ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રવિવાર સવારે વાતાવરણ સામાન્ય ધુમ્મસછાયું રહેશે. તેમજ આગામી 4 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધી ઘટાડો આવવાની શક્યતા છે. તાપમાન ઘટતાં ઉત્તર ગુજરાતમાં ફરી ગાત્રો થિજાવતી ઠંડી અનુભવાશે.

આ સાથે સ્કાય મેટે કહ્યું કે શનિવારે ઉત્તર પંજાબ, ઉત્તરી હરિયાણા અને ચંડીગઢમાં જુદા જુદા સ્થળોએ હળવા વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. આગામી 4-5 દિવસમાં પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, યુપી, ઉત્તર રાજસ્થાન, આસામ, મેઘાલય, મણિપુર અને ત્રિપુરાના જુદા જુદા ભાગોમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો