Not Set/ પ્રમુખપદ માટે ભાજપની જ બે મહિલાઓ સામસામે

ધાનેરા નગરપાલિકામાં હવે કોંગ્રેસના એક પણ સદસ્ય નથી અને ભાજપ સત્તા સ્થાને આવી છે.જોકે ભાજપમાં પણ હવે આંતરિક વિખવાદ ચરમસીમાએ મેં હોવાથી અત્યારે ભાજપમાં રીતસર બે ભાગલા પડી ગયા છે

Gujarat Others
ખારેક 2 3 પ્રમુખપદ માટે ભાજપની જ બે મહિલાઓ સામસામે

બનાસકાંઠાના ધાનેરા નગરપાલિકાની પ્રમુખપદ માટેની ચૂંટણી પહેલા જ ભાજપે કોંગ્રેસનો ખેલ પાડી દીધો હતો. જેમાં કોંગ્રેસના 15 સભ્યો સસ્પેન્ડ થતાં ધાનેરા નગરપાલિકામાં ભાજપ સત્તા સ્થાને આવ્યું છે.  જો કે પ્રમુખપદ માટેની ચૂંટણીમાં ભાજપની જ બે મહિલાઓ વચ્ચે ટાઈ પડતાં ચિઠ્ઠી ઉલડતા કિરણબેન સોની પ્રમુખ બન્યા હતા.

ધાનેરા ભાજપમાં ભંગાણ

ધાનેરા નગરપાલિકાના પ્રમુખ જગલબેન ઠાકોરનું અવસાન થતાં પ્રમુખપદ માટેની ચૂંટણી યોજાનાર હતી.  ધાનેરા નાયબ કલેકટર યોગેશભાઈ વ્યાસ ના અધ્યક્ષ સ્થાને પ્રમુખપદ માટેની ચૂંટણી ની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ભાજપની જ બે મહિલાઓ જ્યોત્સનાબેન ત્રિવેદી અને કિરણબેન સોની ફોર્મ ભરતા બંનેને 6 – 6 સભ્યોનો ટેકો મળતા ટાઇ પડી હતી. બાદમાં બંનેના નામની ચિઠ્ઠી બનાવી ઉલાડતા કિરણબેન સોનીનું નામ નીકળતા તેઓ ધાનેરા નગરપાલિકાના નવા પ્રમુખ બન્યા હતા .

ધાનેરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો આંતરિક વિખવાદ પણ સામે આવ્યો હતો અને જ્યોત્સનાબેન ત્રિવેદી ને બનાવવા માટે તેમના પતિ યોગેશભાઈ ત્રિવેદી એ ભાજપના જ સભ્યો પર ગાડી ઉઠાવી જવાના પ્રયાસો કર્યા હોવાના ગંભીર આક્ષેપો ભાજપના સદસ્ય ઉમાકાન્તભાઈ મિસ્ત્રીએ કર્યા હતા.

ધાનેરા નગરપાલિકામાં હવે કોંગ્રેસના એક પણ સદસ્ય નથી અને ભાજપ સત્તા સ્થાને આવી છે.જોકે ભાજપમાં પણ હવે આંતરિક વિખવાદ ચરમસીમાએ મેં હોવાથી અત્યારે ભાજપમાં રીતસર બે ભાગલા પડી ગયા છે. ત્યારે હવે ભાજપ શાસિત નગરપાલિકાના નવનિયુક્ત કિરણબેન સોની સભ્યોને સાથે લઇ કેટલો સમય પ્રમુખપદ જાળવી શકશે તે જોવું રહ્યું .