પરીક્ષા/ ધોરણ 10 અને 12 ના રિપીટર વિધાર્થીઓની પરિક્ષા 15મી જુલાઇએ યોજાશે

રિપીટ વિધાર્થીઓની પરિક્ષા યોજાશે

Gujarat
oard ધોરણ 10 અને 12 ના રિપીટર વિધાર્થીઓની પરિક્ષા 15મી જુલાઇએ યોજાશે

રાજ્યની કેબિનેટ બેઠકમાં ધોરણ 12ની બોર્ડમાં કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતીઅને 10 માં ધોરણના વિધાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવ્યુ હતું .પરતું ધોરણ 10 અને 12 બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓ માટે કોઈ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો ન હતો, ત્યારે હવે કોરોનાનું સંક્રમણ ઘટતા ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ  દ્વારા 15 જુલાઈથી ધોરણ 10 અને 12ની રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી છે.

કોરોનાને મહામારીના લીધે રાજ્ય સરકારે જે રેગ્યુલર વિધાર્થીઓ હતા તેમને માસ પ્રમોશન આપી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના લીધે 10 અને 12 ના વિધાર્થીઓ માસ પ્રમોશન હેઠળ આગણના વર્ગમાં જતા રહ્યા છે પરતું રિપીટર વિધાર્થીઓ અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો ન હતું પરતું કોરોનાના કેસોમાં ઘટાડો નોધાતા હવે ધોરણ 10 અને 12 ના રિપીટ વિધાર્થીઓની પરીક્ષા લેવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ધોરણ 10 અને ધોરણ 12ના રિપીટર વિદ્યાર્થીઓ અને ખાનગી ઉમેદવારોની પરીક્ષા યોજવા અંગેનો નિર્ણય ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડે કર્યો છે. જુલાઈ ગુરુવારથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે, ત્યારે આવનારા દિવસોમાં  ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટેનું સમયપત્રક પણ જાહેર કરવામાં આવશે.

ધોરણ 10 અને 12ના રિપીટર ખાનગી અને પુસ્તક વિદ્યાર્થીઓનું બોર્ડની પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે જ બેઠક વ્યવસ્થાની વાત કરવામાં આવે તો ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાની બેઠક વ્યવસ્થા પ્રકારની ગોઠવવામાં આવશે. જ્યારે એક બ્લોકમાં ફક્ત 20 જેટલા જ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. આ ઉપરાંત પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓએ ફરજિયાત માસ્ક પહેરવું પડશે,  બોર્ડ દ્વારા એ પણ તપાસ કરવામાં આવશે કે, પરીક્ષા દરમિયાન બ્લોકમાં હાજર રહેતા શિક્ષકોએ રસી લીધી છે કે નહી.