Election/ મતદાનનાં જોશમાં ભુલાય નહિ હોશ, અને મતદાન કરતી વખતે આ કામ તો ભૂલથી પણ ના કરશો… નહિતર….

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે સમગ્ર રાજ્યમાં આજે  રાજકોટ સહિતની 6 મહાપાલિકાની ચૂંટણીનું મતદાન શરુ થઈ ચુક્યું છે. સવારથી મતદાન મથકો પર ચુસ્ત બંદોબસ્ત સાથે અને કોવિડની ગાઈડલાઈનનું પાલન થાય તે રીતે

Top Stories Gujarat
voting 4 મતદાનનાં જોશમાં ભુલાય નહિ હોશ, અને મતદાન કરતી વખતે આ કામ તો ભૂલથી પણ ના કરશો... નહિતર....

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે સમગ્ર રાજ્યમાં આજે  રાજકોટ સહિતની 6 મહાપાલિકાની ચૂંટણીનું મતદાન શરુ થઈ ચુક્યું છે. સવારથી મતદાન મથકો પર ચુસ્ત બંદોબસ્ત સાથે અને કોવિડની ગાઈડલાઈનનું પાલન થાય તે રીતે મતદાન શરુ થઈ ચુક્યું છે. લોકોમાં પણ મતદાનને લઈ ઉત્સાહ જોવા મળ્યો છે,પરંતુ આ ઉત્સાહમાં કેટલીક ભુલ ન થઈ જાય તે વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

Election / રાજકોટના 18 વોર્ડ માં 72 બેઠકો માટે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ

આજકાલ લોકોને સોશિયલ મીડિયાનો ખૂબ જ ચસ્કો લાગ્યો છે તેમાં પણ ખાસ કરીને મતદાન જેવું જરૂરી કામ કરી યુવાધન સેલ્ફી અને ફોટા પાડવાનું શરુ કરી દે છે. જો કે આમ કરવું મોંઘુ પડી શકે છે. આમ તો આ વર્ષે મતદાન મથકે ફોન લઈ લેવામાં આવે છે. તેમ છતાં ઘણા લોકો જો ચતુરાઈ દર્શાવવાનો પ્રયત્ન કરવા ઈચ્છતા હોય તો તેમણે જાણી લેવું જરૂરી છે કે ચૂંટણીમાં મતદાન મથકમાં સેલ્ફી લેવા સામે આચારસંહિતાના ભંગનો ગુનો નોંધાઈ શકે છે. આ ઉપરાંત મતદાન મથકમાં ઇવીએમમાં વોટ કાસ્ટ કરતી વખતે પણ ફોટો પાડવો કે તેના ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં પણ આચારસંહિતાનો ભંગ ગણાય શકે છે.

Election / અહીં ખોટકાયું EVM, મતદાન 25 મિનિટ મોડુ શરૂ થયુ

મતદાન પ્રક્રિયા વખતે જાણતા કે અજાણતા આવી ભૂલ ન જ થવી જોઈએ અને જો તમે આ ભૂલ કરો છો તો તેના બદલ દંડ ભોગવવા માટે પણ તમારે તૈયાર રહેવું પડશે.ઉલ્લેખનીય છે કે વર્ષ 2015ની એએમસીની ચૂંટણી અને ત્યારપછી 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કેટલાંક કિસ્સા સામે આવ્યા હતા જેમાં કેટલાંક મતદારોએ મતદાન કરતી વખતે ઇવીએમમાં વોટ આપતો વીડિયો કે ફોટો પાડીને તે સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા હતા. તે વખતે પણ આ પ્રવૃતિને લઈ ભારે વિવાદ થયો હતો.

Election / આજે 6 મહાનગરપાલિકાની 575 બેઠકો પર 1,14,67,358 મતદાતાઓને ઉમેદવાર પસંદગીનો મોકો

મતદાન મથક પાસે શું ન કરવું ?

– મત આપતી વખતે તેનો ફોટો પાડીને સોશિયલ મીડિયામાં વાઇરલ કરવો.
– મતદાનમથકની 100 મીટરની ત્રિજ્યામાં કોઇપણ રાજકીય પક્ષના ખેસ ધારણ કરવા કે પછી કોઇપણ રાજકીય પક્ષનો પ્રચાર કરવો કે પછી સુત્રોચ્ચાર કરવો.
– મતદાન મથકની 100 મીટરની ત્રિજ્યામાં પ્રચાર સાહિત્યની વહેંચણી કરવી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…