પીએમ નરેન્દ્ર મોદી યુએઈ પહોંચી PM Modi-UAE ગયા છે. ફ્રાન્સની બે દિવસની સફળ મુલાકાત પછી તેમનું સંયુક્ત આરબ અમીરાતમાં આગમન થયું છે. યુએઈમાં પીએમ મોદીનું મુખ્ય ધ્યેય ભારતની ઊર્જા સુરક્ષામાં વધારો કરવાનું અને આર્થિક ભાગીદારીનું રહેશે. UAEમાં PM મોદી સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને મળશે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, ઉર્જા, ખાદ્ય સુરક્ષા, વિજ્ઞાન અને ટેક્નોલોજી, શિક્ષણ, ફિનટેક, સંરક્ષણ, સુરક્ષા PM Modi-UAE અને લોકો વચ્ચેના મજબૂત સંબંધો પર ચર્ચા કરવામાં આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય દ્વિપક્ષીય મુદ્દાઓ પર PM Modi-UAE સંયુક્ત આરબ અમીરાત (UAE) ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે બેઠક યોજવા સત્તાવાર મુલાકાતે અબુ ધાબી પહોંચ્યા. એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પહેલા વડાપ્રધાન બે દિવસીય ફ્રાંસના પ્રવાસે હતા. થોડા કલાકો પહેલા, UAE એ કહ્યું હતું કે ભારત સાથે તેની આર્થિક ભાગીદારી બંને દેશોના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
ડૉ. થાની બિન અહેમદ અલ ઝૈઉદી, યુએઈના PM Modi-UAE વિદેશ વેપાર રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે નવી દિલ્હી સાથે બિન-તેલ વેપાર 2030 સુધીમાં $100 બિલિયન સુધી પહોંચવાની અપેક્ષા છે. UAE-ભારત વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) નો હેતુ વિકાસ અને તકોના નવા યુગને આકાર આપવાનો હતો. CEPA એ ભારત અને UAE વચ્ચે 18 ફેબ્રુઆરી, 2022 ના રોજ હસ્તાક્ષર થયેલો કરાર છે અને 1 મે, 2022 થી અમલમાં આવ્યો છે. આ કરાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાને હસ્તાક્ષર કર્યા હતા. ભારત અને UAE વચ્ચે CEPAની સફળતા વિશે બોલતા, ડૉ. થાની અલ ઝેયુદીએ કહ્યું, તેમાં કોઈ શંકા નથી કે UAE-ભારત વ્યાપક આર્થિક ભાગીદારી કરારને બંને દેશોના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણવામાં આવશે.
આ પણ વાંચોઃ Gujarat Rains/ રાજ્યમાં સીઝનનો 50 ટકા વરસાદ પડી ગયો
આ પણ વાંચોઃ CM-Bhupendrapatel Birthday/ સીએમની જન્મદિવસની પ્રાર્થનાઃ ગુજરાત વિકાસના માર્ગે સતત આગળ વધતું રહે
આ પણ વાંચોઃ Gujarat Rains/ રાજ્યમાં આગામી બેથી ત્રણ દિવસ સામાન્ય રહેશે વરસાદ
આ પણ વાંચોઃ India Win/ અશ્વિન સામે પાણી ભરતા વિન્ડીઝ બેટ્સમેનોઃ પ્રથમ ટેસ્ટ ભારત એક ઇનિંગ્સ અને 141 રને જીત્યું
આ પણ વાંચોઃ PM Visit/ ફ્રાંસથી પરત ફર્યા બાદ આજે PM મોદી UAEની કરશે મુલાકાત