Not Set/ ભાજપ અને સપાના ઉમેદવારોના સમર્થકો વચ્ચે અથડામણ, અનેક રાઉન્ડ કરવામાં આવી ફાયરિંગ

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ યથાવત છે. દરમિયાન, શુક્રવારે રાત્રે, અયોધ્યામાં ભાજપ અને સપાના ઉમેદવારોના સમર્થકો વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી અને અનેક રાઉન્ડ ગોળીઓ ચલાવવામાં આવી હતી

Top Stories India
20 1 ભાજપ અને સપાના ઉમેદવારોના સમર્થકો વચ્ચે અથડામણ, અનેક રાઉન્ડ કરવામાં આવી ફાયરિંગ

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ યથાવત છે. દરમિયાન, શુક્રવારે રાત્રે, અયોધ્યામાં ભાજપ અને સપાના ઉમેદવારોના સમર્થકો વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી અને અનેક રાઉન્ડ ગોળીઓ ચલાવવામાં આવી હતી. આ ઘટના મહારાજગંજ પોલીસ સ્ટેશનના નેવે કબીરપુર ચોકડી પર બની હતી જ્યારે સપા ઉમેદવાર અભય સિંહ અને બીજેપી ઉમેદવાર આરતી તિવારીના પતિ ખબ્બુ તિવારીના સમર્થકો સામસામે આવી ગયા હતા.

સમાજવાદી પાર્ટીએ ટ્વિટ કર્યું છે કે ગોસાઈગંજ વિધાનસભા બેઠક પરથી સપાના ઉમેદવાર અભય સિંહ પર ભાજપના ગુંડાઓ દ્વારા કરવામાં આવેલ હુમલો અત્યંત નિંદનીય છે. સમાજવાદીઓને જનતાએ આપેલા સમર્થનથી જનતા શાસક સત્તાને જવાબ આપશે. સમાજવાદી પાર્ટીએ ચૂંટણી પંચ પાસે કાર્યવાહીની માંગ કરી છે. જયારે પોલીસનું કહેવું છે કે બંને પક્ષના લોકોને ઈજાઓ થઈ છે.

અયોધ્યાના SSP શૈલેષ પાંડેએ જણાવ્યું કે, “થાણા મહારાજગંજ વિસ્તારમાં કબીરપુર ચારરસ્તા પાસે એક પક્ષના ઉમેદવાર અને તેના સમર્થક અને બીજા પક્ષના સમર્થકના વાહનો સામસામે આવી ગયા. જેમાં બંને પક્ષોએ પથ્થરમારો અને ગોળીબાર થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. બંને તરફથી ગોળી વાગી નથી. બંને તરફના લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે. મીડિયામાં ભ્રામક વાતો ફેલાવવામાં આવી રહી છે. વાહનોના કાચ તૂટેલા છે. અમે આ અંગે તપાસ કરી રહ્યા છીએ. સ્થળ પર શાંતિ અને વ્યવસ્થા છે. બંને પક્ષો ફરિયાદ કરી રહ્યા છે. જેઓ દોષિત હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.