Not Set/ ૭ વર્ષના બાળકે તેના મૃત પિતાને લખ્યો પત્ર, વાંચીને તમને પણ આવી જશે આંસુ

સાત વર્ષના બાળકે તેના મૃત પિતાને જન્મદિવસ પર એક પત્ર લખ્યો હતો જે વાંચીને તમારી આંખમાં પણ પાણી આવી જશે. ટેરી કોપલેન્ડ નામની મહિલાને ૭ વર્ષનો પુત્ર છે. મૃત પામેલા તેના પિતાનો થોડા દિવસ અગાઉ જન્મદિવસ હતો. ટેરીના સાત વર્ષના દીકરાએ તાના પિતાને જન્મદિવસના અભિનંદન આપવા માટે એક પત્ર લખ્યો હતો અને આ પત્રને સ્વર્ગમાં […]

Top Stories World Trending
nm ૭ વર્ષના બાળકે તેના મૃત પિતાને લખ્યો પત્ર, વાંચીને તમને પણ આવી જશે આંસુ

સાત વર્ષના બાળકે તેના મૃત પિતાને જન્મદિવસ પર એક પત્ર લખ્યો હતો જે વાંચીને તમારી આંખમાં પણ પાણી આવી જશે. ટેરી કોપલેન્ડ નામની મહિલાને ૭ વર્ષનો પુત્ર છે. મૃત પામેલા તેના પિતાનો થોડા દિવસ અગાઉ જન્મદિવસ હતો.

ટેરીના સાત વર્ષના દીકરાએ તાના પિતાને જન્મદિવસના અભિનંદન આપવા માટે એક પત્ર લખ્યો હતો અને આ પત્રને સ્વર્ગમાં મોકલવા માટે વિનતી કરી હતી.

જોવાની વાત તો એ છે કે આ બાળકનો આવો પત્ર મળ્યો તે પછી બ્રિટેનના પોસ્ટલ ડીપાર્ટમેન્ટ તરફથી જવાબ મોકલવામાં આવ્યો હતો. ૭ વર્ષના બાળકનો પત્ર તેની માતાએ ફેસબુક પર પોસ્ટ કર્યો હતો.

બાળકે લખ્યું છે કે મિસ્ટર પોસ્ટમેન, શું તમે આ લેટરની ડિલીવરી સ્વર્ગ સુધી કરી દેશો. આ પત્ર મારા પપ્પા માટે છે આજે તેમનો જન્મદિવસ છે.

થોડા અઠવાડિયા પછી રોયલ મેલ તરફથી સંદેશો આવ્યો હતો કે સ્વર્ગ સુધી લેટર પહોચાડવાનું કામ ઘણું મુશ્કેલ રહ્યું હતું. રસ્તામાં ઘણા બધા તારા આવ્યા હતા અને એવી પણ બીજી વસ્તુઓ આવી હતી જેનો સામનો કરવો મુશ્કેલ હતો.

પરંતુ અમે તમારો લેટર સ્વર્ગ સુધી પહોચાડી દીધો છે. ફેસબુક પર આ પોસ્ટ તેની માતાએ કરી છે. તેણે લખ્યું છે કે પત્રનો આવો જવાબ આવતા તે ઘણો ખુશ છે.

રોયલ મેઈલે આ બાબતે કહ્યું હતું કે બાળકનો આ પ્રકારનો પત્ર વાંચીને અમે ઘણા ભાવુક થઇ ગયા હતા અમે તેને જવાબ લખવો એ જરૂરી સમજ્યું હતું. અમને ઉમ્મીદ છે કે અમારા આ પ્રયત્નથી તે બાળક અને તેના પરિવારને ઘણું સારું લાગ્યું હશે.