Not Set/ ભવિષ્યની ટેકનોલોજી કેવી હશે તેનો નજારો આજે બતાવતો ઉડતો સૈનિક

ભવિષ્યને આજે દેખી રહેલી દુનિયા પોતાના અવનવા પરિક્ષણથી આપણને કઇક એવુ આપી જાય છે જેની કલ્પના કરવી પણ મુશ્કિલ છે. ભવિષ્યમાં ઘણી એવી ટેકનોલોજી પણ આવી શકે છે જેને આપણે અત્યારે માત્ર ફિલ્મમાં જ નિહાળી શકીએ છીએ. તાજેતરમાં ભવિષ્યને બતાવતુ એક ગેજેટ્સ તૈયાર કરવામાં આવ્યુ છે. જણાવી દઇએ કે, યુરોપ અને અમેરિકાની વચ્ચે ચાલી રહેલા […]

Top Stories World
190715 franky zapata 16bf3f6b050 large ભવિષ્યની ટેકનોલોજી કેવી હશે તેનો નજારો આજે બતાવતો ઉડતો સૈનિક

ભવિષ્યને આજે દેખી રહેલી દુનિયા પોતાના અવનવા પરિક્ષણથી આપણને કઇક એવુ આપી જાય છે જેની કલ્પના કરવી પણ મુશ્કિલ છે. ભવિષ્યમાં ઘણી એવી ટેકનોલોજી પણ આવી શકે છે જેને આપણે અત્યારે માત્ર ફિલ્મમાં જ નિહાળી શકીએ છીએ. તાજેતરમાં ભવિષ્યને બતાવતુ એક ગેજેટ્સ તૈયાર કરવામાં આવ્યુ છે. જણાવી દઇએ કે, યુરોપ અને અમેરિકાની વચ્ચે ચાલી રહેલા તણાવને લઇને ફ્રાંસએ એક એવી મશીન તૈયાર કરી છે જે આંખનાં પલકારામાં જમીનથી આકાશમાં ઉડી શકશે.

zapatajul15 kulg0JE ભવિષ્યની ટેકનોલોજી કેવી હશે તેનો નજારો આજે બતાવતો ઉડતો સૈનિક

આ હથિયાર કોઇ બંદૂક, મિસાઇલ કે તોપ નથી પરંતુ ફ્લાઇંગ સોલ્ઝર છે. આકાશમાં ઉડી રહેલો સૈનિક દુશ્મન પર હુમલો પણ કરી શકે છે. જે હવામાં એક નાની મશીન સાથે અહીથી ત્યા અને ત્યાથી અહી ઉડી રહ્યો છે. હાલમાં થયેલા વાર્ષિક બેસ્ટીલ દિવસ પરેડમાં ફ્રાંસે પોતાની આ તાકતનું પ્રદર્શન કર્યુ હતુ. આ પ્રદર્શનથી તે સ્પષ્ટ થઇ ગયુ છે કે આવનારા સમયમાં યુદ્ધ વધુ ખતરનાક બનશે. સેનાનાં સિપાહી જમીન પર લડાઈ લડવાની સાથે-સાથે ફ્લાઇંગ સોલ્ઝરની મદદથી હવાથી પણ ગોળીઓ વરસાવતા નજર આવી શકે છે.

AAEk8Fi 1 ભવિષ્યની ટેકનોલોજી કેવી હશે તેનો નજારો આજે બતાવતો ઉડતો સૈનિક

 

ફ્રાંસનાં રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મૈક્રોએ ગત રવિવારે પોતાના આ ફ્લાઇંગ સોલ્ઝરનો વિડિયો ટ્વીટર પર શેર કર્યો હતો. ત્યાર બાદથી સમગ્ર દેશમાં આ ચર્ચા શરૂ થઇ ગઇ છે કે આવનારા સમયમાં યુદ્ધનું રૂપ કેવુ હોઇ શકે છે. વિડિયો શેર કરી રાષ્ટ્રપતિ મૈક્રોએ લખ્યુ કે, અમને અમારી સેના પર ગર્વ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.