Onion-Export Ban/ ડુંગળીની નિકાસ પરના સરકારના પ્રતિબંધે ખેડૂતોને રાતાપાણીએ રોવડાવ્યા

સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકીને રીતસરનું ખેડૂતોના પેટ પર પાટુ માર્યુ છે. 156 બેઠકોના વિજયના મદના લીધે આંધળી બની ગયેલી સરકાર હવે ખેડૂતોના અને ગરીબોના દુઃખની પરવા નથી. કમોસમી માવઠાના લીધે કપાસનો પાક નિષ્ફળ ગયો છે ત્યારે ડુંગળીના સારા ભાવના આધારે નુકસાની વસૂલવાના ખેડૂતોના મનસૂબા પર રીતસરનું સરકાર રોલર ફરી વળ્યું છે.

Top Stories Gujarat Rajkot
YouTube Thumbnail 39 ડુંગળીની નિકાસ પરના સરકારના પ્રતિબંધે ખેડૂતોને રાતાપાણીએ રોવડાવ્યા

રાજકોટઃ સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકીને રીતસરનું ખેડૂતોના પેટ પર પાટુ માર્યુ છે. 156 બેઠકોના વિજયના મદના લીધે આંધળી બની ગયેલી સરકાર હવે ખેડૂતોના અને ગરીબોના દુઃખની પરવા નથી. કમોસમી માવઠાના લીધે કપાસનો પાક નિષ્ફળ ગયો છે ત્યારે ડુંગળીના સારા ભાવના આધારે નુકસાની વસૂલવાના ખેડૂતોના મનસૂબા પર રીતસરનું સરકાર રોલર ફરી વળ્યું છે. ખેડૂતોની આવક બમણી કરવાના દાવાથી વિપરીત છેલ્લા ત્રણ રાજ્યોની ચૂંટણીના વિજયના મદમાં અંધ બનેલી સરકારે રીતસરની ખેડૂતોના પેટ પર લાત મારવાની નીતિ અપનાવી હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું.

કોંગ્રેસે ઉમેર્યુ હતું કે સરકારની આંખો પર વિજયના મદનો આંધળો પટ્ટો છે. લોકોપયોગી નીતિ અપનાવવાના લીધે સરકાર ફક્ત અમુક લોકોની વાહવાહી લૂંટવામાં લાગી ગઈ છે. માવઠાના વળતરની વાત હવામાં રહી અને ખેડૂતો માંડ-માંડ માવઠાના મારમાંથી બેઠા થવાનો પ્રયત્ન કરતાં હતા તેના પેટ પર સરકારે પાટુ માર્યુ છે. આ સરકાર ખેડૂતોના પેટ પર પાટુ મારતી સરકાર છે. સરકાર ઇચ્છે છે કે વધુને વધુ લોકો ખેતી છોડે તેથી તેનું કોર્પોરેટાઇઝેશન કરી શકાય. આ માટે સરકારના બધા પગલાં ખેડૂત વિરોધી હોય છે. તેથી જ તો એક પછી એક સબસિડીઓનો અંત આવી રહ્યુ છે. કિસાન સમ્માનનિધિનું ગાજર લટકાવીને સરકારનો ખેડૂતો પાસેથી તેમની મહામૂલી જમીન હડપવાનો રીતસરનો આ કારસો જ છે. પણ કોંગ્રેસ સરકારના આ ઇરાદાઓને બર નહીં આવવા દે. જ્યારે પણ ખેડૂતોના હિતોની વાત આવશે ત્યારે સરકારે હંમેશા કોંગ્રેસનો સામનો કરવો પડશે. તેની સાથે ખેડૂતોના પ્રશ્નો પર ત્વરિત કાર્યવાહી નહીં કરાય તો કોંગ્રેસે પણ ખેડૂતો વતી વળતાં પગલા લેવાની ચીમકી પાઠવી હતી. આ પહેલા પણ અગાઉ કોઈક ખાસ વ્યક્તિના જન્મદિને વાહવાહી મેળવવા માટે નર્મદા બંધ આખો ભરીને પછી પાણી એક સાથે છોડીને આખા ભરૂચ જિલ્લાના ખેતરોના ઊભા પાકનો સોથ વાળી દીધો હતો.

Lalit vasoya ડુંગળીની નિકાસ પરના સરકારના પ્રતિબંધે ખેડૂતોને રાતાપાણીએ રોવડાવ્યા

રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં કમોસમી વરસાદ અને માવઠામા કપાસના પાકમા ખેડૂતને ભારે નુકસાન થયેલ અને ખેડૂતો એ ડુંગળીઓનુ હજારો હેકટરમા ખેડૂતોએ મોંઘા ભાવ બિયારણ જંતુનાશક દવાઓ છંટકાવ કરી ડુંગળીનુ વાવેતર કરેલ અને જ્યારે ડુંગળી પાક સંપૂર્ણ તૈયાર થઈ ગયેલ છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા નિકાસ પર પ્રતિબંધ મુકવામા આવેલ છે ત્યારે ડુંગળીનો પાક ખેડૂતના ખેતરમા પડી રહયો છે જે ખેડૂતોને ડુંગળીના 800 રૂપિયા મળતા હતા, તે હવે 200 રૂપિયામાં પણ વેપારી લેતા નો હોઈ ખેડૂતની હાલત કફોડી બની છે ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો ચિંતિત છે અને કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક આ ડુંગળીના નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા માંગ કરી રહ્યા છે

રાજકોટ જિલ્લામાં સતત વરસ દરમ્યાન કમોસમી વરસાદને લઈ ખેડૂતો ની હાલત કફોડી બની છે ત્યારે થોડા દિવસ પહેલા થયેલ કમોસમી વરસાદને કારણે ધોરાજી પંથકમા કપાસના વાવેતરમાં નુકસાન ગયું હતું. ખેડૂતોએ ડુંગળીનુ વાવેતર કર્યુ હતું. ધોરાજીમાં મોટા પ્રમાણમા ડુંગળીનુ વાવેતર હોઈ ત્યારે ડુંગળીના ભાવ થોડાક દિવસ 800 રૂપિયા મણના બોલાતા હોઈ ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયેલ અને પોતાના પાકના સારા ભાવ મળશે તેવી આશા બધાયેલ ત્યારે અચાનક કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દેતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ હતી.

Farmer Hir ડુંગળીની નિકાસ પરના સરકારના પ્રતિબંધે ખેડૂતોને રાતાપાણીએ રોવડાવ્યા

ખેડૂતોના જણાવ્યા મુજબ ઉપર ભગવાન અને નીચે સરકાર બંને તરફ અમને સતત અન્યાય થાય છે  ડુંગળીના વાવેતરમા મોંઘા ભાવનુ બિયારણ દવા સહિત 22000 રૂપિયા જેટલો ખર્ચ થયી ગયો છે અને અમને સારા ભાવ મળશે તેવી આશા હતી પરંતુ સરકારે દ્વારા ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દેતા જે ડુંગળીના 800 રૂપિયા બોલાતા હતા એ ડુંગળી વેપારી હવે 200માં લેવા ત્યાર નથી. આમ ખેડૂતોને વીઘે 5000 રૂપિયા પણ ડુંગળીના ઉપજે તેમ નથી અને અમારો ખર્ચ પણ નીકળે તેમ નથી. આ ડુંગળી નો તેઓ સગ્રહ પણ કરી શકી તેમ નથી કારણ કે આ ડુંગળી વહેલી તકે અમારે નિકાલ કરવો જોઈએ નહિતર ડુંગળી બગડી જાય છે ત્યારે હવે કેન્દ્ર સરકાર તાત્કાલિક ડુંગણી નિકાસ ઉપર પ્રતિબંધ હટાવવા માંગ કરી છે.

ખેડૂતોએ આક્રોશ સાથે જણાવેલ અમારે એટલું જ કહેવું છે ક્યાં ગયા ખેડૂત નેતા જે ખેડૂતોના નેતા બની ને ફરે છે તેમને એટલું જ કહેવું છે કે જો તમે ખેડૂત નેતા હો ખેડૂત નુ હિત જોતા હોવ તો સરકાર ને કહો આ નિકાસ પ્રતિબંધ હટાવી લે નહિતર તમે ખેડૂત નેતા નથી ખેડૂતોએ કિસાન સંઘના નેતા ઉપર આક્રોશ ખેડૂતોએ ઠાલવ્યો હતો.

ત્યારે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે  ખેડૂતોનુ મફતનુ ખાવા ની ટેવ ધરાવતા લોકોની વાહ વાહી મેળવવા નિકાસ ઉપર પ્રતિબંધ કર્યો હોઈ તેવું લાગે છે દેશનુ પેટ ભરનાર જગતના તાતના હિતમા ડુંગળી પર લાગેલ નિકાસ પ્રતિબંધ હટાવી લેવા રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ પણ મુખ્યમંત્રી ને પત્ર લખ્યો હતો.

ધોરાજી પંથકના ખેડૂતો ની માંગ છે કે અમારા માટે હવે ખેતી કરવી મુશ્કેલી બની ગયી છે, સતત કમોસમી વરસાદ બાદ સરકાર દ્વારા તઘલખી નિર્ણય જોતાં હવે ખેડૂતોને શુ કરવું એ સમજાતું નથી. જૉ સરકાર દ્વારા ડુંગણી નિકાસ પ્રતિબંધ હટાવવા મા નહીં આવે તો અમને મોટી નુકસાની જશે ખેડૂતોની હાલત હવે દયનીય બની છે અને આત્મહત્યા તરફ જઈ રહેલ ખેડૂતોને બચાવવા સરકાર દ્વારા ખેડૂત લક્ષી નિર્ણયો લેવા જોઈએ તેવું ધોરાજી પંથકના ખેડૂતો જણાવી રહ્યા છે.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ