Not Set/ વડોદરા/ 10માં ધોરણમાં 6 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીએ 35 મોડેલ વિમાનો બનાવ્યા

કહેવાય છે ને કે મન હોય તો માલવે જવાય…બસ આ ઉક્તિને વડોદરાનાં એક વિદ્યાર્થીએ યથાર્થ સાબિત કરી દીધી છે. સફળતાની પાછળ આંધળી ડોટ મુકતા લાખો નવ જુવાનો માટે આ કિસ્સો પ્રેરણા રૂપ કહી શકાય કે, વડોદરાનાં 17 વર્ષીય પ્રિન્સ પંચાલ કે, જે 10 માં ધોરણમાં 6 વિષયમાં નિષ્ફળ ગયો હતો. તેણે ઇન્ટરનેટની મદદથી 35 મોડેલ વિમાનો […]

Gujarat Vadodara
vadodara વડોદરા/ 10માં ધોરણમાં 6 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીએ 35 મોડેલ વિમાનો બનાવ્યા

કહેવાય છે ને કે મન હોય તો માલવે જવાય…બસ આ ઉક્તિને વડોદરાનાં એક વિદ્યાર્થીએ યથાર્થ સાબિત કરી દીધી છે. સફળતાની પાછળ આંધળી ડોટ મુકતા લાખો નવ જુવાનો માટે આ કિસ્સો પ્રેરણા રૂપ કહી શકાય કે, વડોદરાનાં 17 વર્ષીય પ્રિન્સ પંચાલ કે, જે 10 માં ધોરણમાં 6 વિષયમાં નિષ્ફળ ગયો હતો. તેણે ઇન્ટરનેટની મદદથી 35 મોડેલ વિમાનો બનાવ્યા છે.

હળવા વજનવાળા વિમાનનાં આ મોડેલો પ્લેન ઉડી શકે છે અને તેને રિમોટ કંટ્રોલની મદદથી ચલાવવામાં આવે છે. તેનું પ્રથમ મોડેલ બેનરો / હોર્ડિંગ્સમાં ઉપયોગમાં લેવામાં આવતા ફ્લેક્સથી બનેલું હતું. અહીં એ પણ વાત ઉલ્લેખનીય છે કે, ઇન્ટરનેટનો જો ઉપયોગ પોઝીટીવ રીતે પોતાની ક્રિએટીવીટી એક્સપોઝ કરવા માટે કરવામાં આવે તો શું થઇ શકે બાકી પબજી રમીને ઘણા પોતાનો ટાઇમ અને ટેલેન્ટ ઇન્ટરનેટ પર વ્યય કરે જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.