Not Set/ ખેડૂતોએ શાકભાજી ફેંકીને કર્યો વિરોધ, નેશનલ હાઇવે પર ચક્કાજામ

સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજથી હિંમતનગર નેશનલ હાઇવે પરના ખેડુતોએ શાકભાજી ફેંકીને વિરોધ કર્યો હતો. ત્યારે પોલીસે એક ટ્રેકટર સહિત નવ ખેડુતોની અટકાયત કરી હતી. હાલમાં એક તરફ ડિઝલ મોંધુ વર્તાઇ રહ્યુ છે અને સાથે જ ખેડૂતોને ખેત ઉપયોગી ચીજો મોંઘી થઇ રહી છે. જેની સામે ખેત પેદાશોના પોષણક્ષમ ભાવો મળતા નથી. તેની ફરીયાદોને લઇને આખરે દેશ […]

Top Stories Gujarat Trending Videos
farmars ખેડૂતોએ શાકભાજી ફેંકીને કર્યો વિરોધ, નેશનલ હાઇવે પર ચક્કાજામ

સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજથી હિંમતનગર નેશનલ હાઇવે પરના ખેડુતોએ શાકભાજી ફેંકીને વિરોધ કર્યો હતો. ત્યારે પોલીસે એક ટ્રેકટર સહિત નવ ખેડુતોની અટકાયત કરી હતી.

હાલમાં એક તરફ ડિઝલ મોંધુ વર્તાઇ રહ્યુ છે અને સાથે જ ખેડૂતોને ખેત ઉપયોગી ચીજો મોંઘી થઇ રહી છે. જેની સામે ખેત પેદાશોના પોષણક્ષમ ભાવો મળતા નથી. તેની ફરીયાદોને લઇને આખરે દેશ વ્યાપી વિરોધ ખેડૂતોએ શરૂ કર્યો છે. જેની અસર સાબરકાંઠા જીલ્લામાં પણ જોવા મળી હતી અને ખેડુતોએ નેશનલ હાઇવે પર શાકભાજી ફેંકીને હાઇવે ટ્રાફિક જામ કરી દીધો હતો.

 

પ્રાંતિજના હાઇવે ત્રણ રસ્તા નજીક બે સ્થળો અને ચંચળબાનગર નજીક એમ ત્રણ સ્થળોએ ત્રણ જુદા જુદા ટ્રેકટરોના ટ્રેલર છલોછલ ભરેલા હાઇવે પર ખાલી કરી દઇને વિરોધ દર્શાવ્યો હતો અને હજુ પણ આગામી દિવસોમાં પણ વિરોધ પ્રદર્શન તેવી પણ ચિમકી ખેડૂતો દ્વારા આપવામાં આવી છે.