Delhi/ કેજરીવાલના નિવાસસ્થાને હુમલો, AAPએ કહ્યું, BJP કાર્યકરોએ કરી તોડફોડ

દિલ્હી પોલીસની હાજરીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આવાસ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા દરમિયાન મુખ્યમંત્રીના ઘરની બહાર લાગેલા સુરક્ષા અવરોધો અને સીસીટીવી કેમેરા તોડી નાખવામાં આવ્યા છે.

Top Stories India
Kejriwal

દિલ્હી પોલીસની હાજરીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આવાસ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા દરમિયાન મુખ્યમંત્રીના ઘરની બહાર લાગેલા સુરક્ષા અવરોધો અને સીસીટીવી કેમેરા તોડી નાખવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીનો આરોપ છે કે ભાજપના નેતાઓ અને કાર્યકરોએ અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલો કર્યો અને તોડફોડ કરી. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને લખ્યું છે કે ‘દિલ્હીમાં મુખ્યમંત્રી @ArvindKejriwal જીના ઘર પર હુમલો કરીને અસામાજિક તત્વોએ CCTV કેમેરા અને સુરક્ષા અવરોધો તોડી નાખ્યા છે’. ગેટ પરનો બૂમ બેરિયર પણ તૂટી ગયો છે.

બીજી તરફ, AAP નેતા સંજય સિંહે ટ્વિટ કર્યું કે લોકપ્રિય મુખ્યમંત્રી @ArvindKejriwal જીના નિવાસસ્થાન પર ભાજપના ગુંડાઓએ હુમલો કર્યો છે અને તેમને રોકવાને બદલે દિલ્હી પોલીસ તેમની સાથે ઉભી હોય તેવું લાગે છે. ભાજપવાળાઓ યાદ રાખજો, દરેકનો હિસાબ થશે, આ લોકશાહી છે, અહીં સમય આવશે ત્યારે લોકો તમને વોટની લાકડીઓથી મારશે.ૉ

બીજેપી કાર્યકર્તાઓએ આજે ​​અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પ્રદર્શન કર્યું છે. કાશ્મીરી પંડિતોના નરસંહારની મજાક ઉડાવવા માટે આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પરંતુ આ પ્રદર્શન બાદ તોડફોડની ઘટના સામે આવી છે. આ કેસમાં દિલ્હી પોલીસે લગભગ 70 લોકોની અટકાયત કરી છે.

આ પણ વાંચો:માયાવતીએ અખિલેશ યાદવ પર કર્યો કટાક્ષ, કહ્યું, વિકાસ માટે યોગ્ય વિચાર જરૂરી છે, વિદેશ પ્રવાસ નહીં