ભારતીય સેના/ પરમાણુ ક્ષમતાવાળી સબમરીન રશિયા પરત ફરી, 2012માં લીઝ પર લીધી હતી

પરમાણુ સબમરીન પરત ફરી રશિયા

Top Stories
sabmarine પરમાણુ ક્ષમતાવાળી સબમરીન રશિયા પરત ફરી, 2012માં લીઝ પર લીધી હતી

ભારતીય નૈાસેનાની પરમાણુ હુમલો કરવાની ક્ષમતાવાળી એકમાત્ર સબમરીન આઇએનએસ ચક્ર રશિયા રવાના થઇ છે.આ સબમરીનને રશિયા પાસેથી લીઝ પર લેવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સબમરીનને રશિયામાંથી 2012માં પટ્ટા પર લેવામાં આવી હતી.પરમાણુ ક્ષમતાથી ભરેલી આ બીજી સબમરીન હતી જેને ભારતે રશિયા પાસેથી પટ્ટા પર લીધી હતી.પટ્ટાની મુદત પુરી થઇ જતા તે રશિયા પરત જઇ રહી છે.

પરમાણુ ક્ષમતાવાળી પહેલી  ભારતીય સબમરીનનું નામ પણ ચક્ર હતું .આ સબમરીન પણ રશિયા પાસેથી 1988માં ત્રણ વર્ષના પટ્ટે લીધી હતી,આઇએનએસ ચક્ર રશિયા પરત જઇ રહી છે તેની તસવીરો સોશિયલ મીડિયા પર આવી રહી છે. પરતું સત્તાવાર રીતે અધિકારીઓએ કશું કહ્યું નથી. ભારતએ 2019માં (10 વર્ષના લીઝ પર) પરમાણુ ક્ષમતાવાળી સબમરીન માટે ત્રણ અરબ ડોલરનો કરાર કરવામાં આવ્યો હતો.આ કરાર મુજબ 2025 સુધી ભારતીય નોસેનાને અકુલા શ્રેણીની સબમરીન ચક્ર આપશે.