મંજૂરી/ સંરક્ષણ મંત્રાલયે 6 હજાર કરોડના શસ્ત્રો ખરીદવાની આપી મંજૂરી

શશ્ત્રો ખરીદવાની આપી મંજૂરી

Top Stories
air gun સંરક્ષણ મંત્રાલયે 6 હજાર કરોડના શસ્ત્રો ખરીદવાની આપી મંજૂરી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સંરક્ષણ ખરીદ પરીષદની એક બેઠક થઇ હતી. આ બેઠકમાં સંરક્ષણ ખરીદ પરિષદમાં 6 હજાર કરોડ રૂપિયાના સાધનો ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે. સેનાના એર ડિફેન્સ ગન સિસ્ટમના આધુનિકરણના પ્રસ્તાવ પાસ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત સંરક્ષણ મંત્રાલયે 43 હજાર કરોડના ખર્ચે ભારતીય નૈાકાદળની સમુદ્રીય તાકાત વધારવા માટે છ અતિઆધુનિક સબમરીનની યોજનાને પણ મંજૂરી આપી દીધી છે.

બેઠકમાં, વ્યૂહાત્મક ભાગીદારીના મોડલ હેઠળ આ સબમરીન બનાવવાની દરખાસ્તોને આમંત્રિત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ચીનની સતત વધતી નૌકા ક્ષમતાને ધ્યાનમાં રાખીને ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો કરવાની દ્રષ્ટિએ આ મોટો નિર્ણય કર્યો છે.વૈશ્વિક સુરક્ષા વ્યૂહરચનામાં નૌકા ક્ષમતા અને શક્તિની સતત વધતી ભૂમિકાને જોતા, ભારતીય નૌકાદળની ભાવિ સજ્જતાને આકાર આપવામાં આવી રહ્યો છે. છ સબમરીન બનાવવાનો આ પ્રોજેક્ટ નૌકાદળના પી -75 પ્રોજેક્ટ હેઠળ વ્યૂહાત્મક ભાગીદારીનો પ્રથમ પ્રોજેક્ટ છે. આટલું જ નહીં, મેક ઈન ઈન્ડિયા અંતર્ગતનો આ સૌથી મોટો પ્રોજેક્ટ છે.

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સૈન્યની હવા સંરક્ષણ બંદૂકોના આધુનિકીકરણની જરૂરિયાત લાંબા સમયથી હતી. અત્યાર સુધી સાધનોની ખરીદી માત્ર વિદેશથી થતી હતી એટલે આયાતથી કરવામાં આવતી હતી પરંતુ આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા હેઠળ સંરક્ષણ મંત્રાલયને આ ક્ષેત્રમાં આશરે એક ડઝન ભારતીય કંપનીઓની દરખાસ્તો મળી છે . ડીએસીએ આર્મીની એર ડિફેન્સ ગન સિસ્ટમના સંપૂર્ણ આધુનિકીકરણ માટે આશરે 6,000 કરોડનું બજેટ ફાળવ્યું છે.