સુરત/ સલાબતપુરા પોલીસે મોબાઈલ સ્નેચર અને રીસીવરની ધરપકડ, જાણો સમગ્ર વિગત

સુરતની સલાબતપુરા પોલીસે મોબાઈલ સ્નેચર અને રીસીવરની ધરપકડ કરી છે.  પોલીસ દ્વારા 12 જેટલા મોબાઇલ કબજે કરવામાં આવ્યા છે.

Gujarat Surat
મોબાઈલ સ્નેચર
  • મોબાઈલ સ્નેચર અને રીસીવરની ધરપકડ
  • પોલીસે 12 જેટલા મોબાઈલ કબજે કર્યા
  • પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી

સુરતની સલાબતપુરા પોલીસે મોબાઈલ સ્નેચર અને રીસીવરની ધરપકડ કરી છે.  પોલીસ દ્વારા 12 જેટલા મોબાઇલ કબજે કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પોલીસ બંને આરોપીની પૂછપરછ કરી જાણવાનો પ્રયાસ કરશે કે, તેમને અગાઉ કયા કયા ગુના કર્યા છે અને તેની સામે અગાઉ કોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે કે નહીં.

સુરતમાં આઈફોન સહિતના ફોન ચોરી કરનાર અને રીસીવરને સલાબતપુરા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે બંને પાસેથી 1.18 લાખની કિંમતના 12 ફોન કબજે લીધાં હતા. સલાબતપુરા પોલીસના સ્ટાફે બાતમીના આધારે કમેલા દરવાજા પાસેથી આરોપી ઇરફાન મુસ્તાક કુરેશીને ઝડપી પાડ્યો હતો.તેની પાસેથી આઈફોન સહિત 12 ફોન કબજે કર્યા છે. જેની કુલ કિંમત 1.18 લાખ થાય છે.

પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે આરોપી ઉમર ઇરફાન અબ્દુલ સલામ શેખ તેને મોબાઇલ આપી જતો હતો. ત્યારબાદ પોલીસે ઉમરને ઝડપી પાડ્યો હતો. ઉમરે પોલીસને જણાવ્યું હતું કે, તે સલાબતપુરા અને અડાજણ વિસ્તારમાંથી મોપેડ પર નીકળીને રાહદારીઓના હાથમાંથી મોબાઇલ સ્નેચિંગ કરીને નાસી જતો હતો. સલાબતપુરામાં તો યુવતીના હાથમાંથી મોબાઈલ સ્નેચિંગ કર્યો હતો. પોલીસે મોપેડ પણ કબજે કર્યું છે.

આ પણ વાંચો :જામનગરમાં ગેસની લાઇન લીક થતા અફરાતફરી, સ્થાનિકોને અપાઈ આ સૂચના

આ પણ વાંચો :ભેસ્તાનમાં સરકારી અનાજનો જથ્થો ઝડપાયો, 400 કટ્ટા જેટલું અનાજ કરાયુ કબ્જે

આ પણ વાંચો :જામનગરમાં પ્રથમ કોપી કેસ, ગણિતના પેપરમાં ગેરરીતિનો નોંધાયો કેસ

આ પણ વાંચો :વડોદરાથી મુંબઈની ફ્લાઈટમાં સાત વર્ષની અનન્યાએ કરી એકલી મુસાફરી, જુઓ વીડિયો