Not Set/ જામનગરમાં ગેસની લાઇન લીક થતા અફરાતફરી, સ્થાનિકોને અપાઈ આ સૂચના

જામનગર SDM સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગેસપ્રુફ પોશાક પહેરી સુરક્ષાકર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ગણતરીના સમયમાં સ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. અંતે મોકડ્રિલ જાહેર થતા લોકોએ હાશકારો લીધો હતો.

Gujarat Others
ગેસની લાઇન લીક
  • જામનગરમાં ગેસની લાઇન લીક થતા અફરાતફરી
  • રણજિતસાગર રોડ પર ગેસની દુર્ઘટના
  • ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સની ટીમ પહોંચી
  • ગેસપ્રુફ પોશાક સુરક્ષાકર્મીઓ ઘટના સ્થળે પહોંચી
  • સ્થાનિક લોકોને ઘટના સ્થળથી ખસી જવા સૂચના આપી

જામનગરમાં રણજિતસાગર રોડ પર ગેસ લીક થવાની દુર્ઘટના ઘટી હતી. ગેસની લાઇન લીક થતા અફરાતફરી મચી ગઈ હતી. જોકે સ્થાનિક લોકોને ઘટના સ્થળથી ખસી જવા સૂચના આપી દેવામાં આવી હતી. ફાયર બ્રિગેડને જાણ થતા ફાયર બ્રિગેડ તેમજ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સાથે જ જામનગર SDM સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગેસપ્રુફ પોશાક પહેરી સુરક્ષાકર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ગણતરીના સમયમાં સ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. અંતે મોકડ્રિલ જાહેર થતા લોકોએ હાશકારો લીધો હતો.

મળતી વિગત અનુસાર, જામનગર શહેરમાં રણજિતસાગર રોડ પર આવેલા સુભાષપાર્ક પાસે આજે સવારે એકાએક ગેસલાઈન લિકેજ થયાની જાણ થતા કલેકટર અને મામલતદાર તથા વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું હતું અને ગેસ લિકેજીંગની જાણના આધારે ફાયર ટીમ અને 108 ની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઇ હતી તેમજ રિલાયન્સ, ન્યારા એનર્જી, પીજીવીસીએલ, ગેલ, આરટીઓ, ગુજરાત પ્રદુષણ બોર્ડની ટીમ અને પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને આ ગેસ લિકેજીંગ અટકાવવા માટે તાત્કાલિક કામગીરી કરવામાં હાથ ધરવામાં આવી હતી. સફળ ગેસ લિકેજિંગ અટકાવ્યા બાદ આ સમગ્ર ઘટનાને મોકડ્રીલ જાહેર કરવામાં આવતાં તંત્રએ રાહત અનુભવી હતી.

આ પણ વાંચો:ભેસ્તાનમાં સરકારી અનાજનો જથ્થો ઝડપાયો, 400 કટ્ટા જેટલું અનાજ કરાયુ કબ્જે

આ પણ વાંચો:  જામનગરમાં પ્રથમ કોપી કેસ, ગણિતના પેપરમાં ગેરરીતિનો નોંધાયો કેસ

આ પણ વાંચો:સથરા ગામ બોર્ડની પરીક્ષા દરમિયાન મધમાખીઓએ 15 વિદ્યાર્થીઓને માર્યો ડંખ

આ પણ વાંચો:વડોદરાથી મુંબઈની ફ્લાઈટમાં સાત વર્ષની અનન્યાએ કરી એકલી મુસાફરી, જુઓ વીડિયો