Surat Incident/ સુરતમાં લિફટમાં પરિવારના સાત સભ્યો ફસાયા, ફાયરટીમે કર્યો બચાવ

સુરતમાં લિફ્ટમાં આખો પરિવાર ફસાયાની ઘટના સામે આવી છે. આ ઘટના સુરતના કાપોદ્રા કેશવ સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં બનવા પામી છે.

Top Stories Gujarat Surat
Beginners guide to 2024 03 27T152244.916 સુરતમાં લિફટમાં પરિવારના સાત સભ્યો ફસાયા, ફાયરટીમે કર્યો બચાવ

સુરતમાં લિફ્ટમાં આખો પરિવાર ફસાયાની ઘટના સામે આવી છે. આ ઘટના સુરતના કાપોદ્રા કેશવ સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં બનવા પામી છે. કેશવ સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં એક જ પરિવારના સભ્યો મચાતા વિસ્તારમાં ઉહોપોહ મચ્યો હતો. આખો પરિવાર લિફ્ટમાં ફસાતા પરિવારજનો સહિત ફલેટના લોકોમાં પણ ગભરાટ જોવા મળ્યો. ફલેટના એક રહિશ દ્વારા ફાયરટીમને જાણ કરાતા રેસ્કુય કરી આખા પરિવારને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો. સામે આવ્યો વીડિયો.

ઘટનાની વિગત મુજબ કાપોદ્રા વિસ્તારના કેશવ સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં રહેતો એક પરિવાર ગઈકાલે કામસર લિફ્ટનો ઉપયોગ કરી રહ્યો હતો. દરમ્યાન અચાનક લિફ્ટ બંધ પડી જતા પરિવારના તમામ 7 સભ્યો લિફ્ટમાં ફસાઈ ગયા. 7 સભ્યોમાં ત્રણ નાના બાળકો પણ હતા. લિફ્ટ બંધ પડતા બાળકો વધુ ગભરાઈ ગયા. કેશવ સૃષ્ટિ એપાર્ટમેન્ટની લિફ્ટ અચાનક ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળ વચ્ચે લિફ્ટ અટકી પડી. અને લિફ્ટમાં પરિવારના સાત સભ્યો ફસાઈ ગયા. આ જ ફલેટના કોઈ રહીશ દ્વારા તાત્કાલિક ફાયરટિમને જાણ કરવામાં આવી. ફાયરટીમે લિફ્ટનો દરવાજો તોડી આખા પરિવારને સલામત રીતે બહાર કાઢયો. ફાયર ટીમને તત્કાળ મદદથી નાના બાળકોના જીવ બચાવી શકાયા. કારણ કે અનેક વખત આવા કિસ્સામાં જોવા મળ્યું છે કે લિફ્ટ બંધ થતા શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમજ ગભરાટના કારણે બાળકો તો શું મોટાઓ પણ ગભરાઈ જાય છે અને કેટલાક કિસ્સામાં મોત નિપજ્યા હોવાનું પણ જોવા મળ્યું છે. જો કે કેશવ સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં લિફ્ટમાં ફસાયેલા પરિવારને ફાયરટીમની તાત્કાલિક મદદ મળવાથી મોટી રાહત થઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  કેજરીવાલની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી હાથ ધરશે

આ પણ વાંચોઃયોગી આદિત્યનાથ આજથી લોકસભા ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ, આ જીલ્લાઓ રણમેદાનમાં ફેરવાશે

આ પણ વાંચોઃ Consultancy/પત્ની ઘરે પાણીનો ગ્લાસ પણ આપતી ન હોય તેવા લોકો મને સલાહ આપતા હતાઃ નીતિન પટેલ

આ પણ વાંચોઃ ચોટીલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળ પર જ 3ના મોત