રાજકોટ/ કમ્પ્લીશન સર્ટિફિકેટ વિનાની શહેરમાં ધમધમતી 82 હોસ્પિટલોને નોટિસ અપાઈ

બીજી તરફ પંચાયત કે પાલિકાના સમયે બાંધકામ કરનાર હોસ્પિટલોને કઈ રીતે સર્ટીફીકેટ આપી શકાય તે દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.આગામી દિવસોમાં તમામ હોસ્પિટલોએ બી.યુ.સર્ટીફીકેટ શા માટે મેળવ્યા નથી

Rajkot Gujarat
Untitled 137 કમ્પ્લીશન સર્ટિફિકેટ વિનાની શહેરમાં ધમધમતી 82 હોસ્પિટલોને નોટિસ અપાઈ

બી.યુ.પરવાનગી વિના અને ફાયર એન.ઓ.સી. વિના ધમધમતી હોસ્પિટલો સામે આકરી કાર્યવાહી કરવા અદાલત અને સરકાર દ્વારા આપવામાં આવેલા આદેશના પગલે કોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં કમ્પલીશન સર્ટીફીકેટ ન ધરાવતી 82 હોસ્પિટલો નોટિસ ફટકારવામાં આવી  છે. આગામી દિવસોમાં આ હોસ્પિટલો સામે સીલીંગ સહિતની આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો ;Gujarat / ગુજરાતમાં સર્જાઈ શકે છે વીજ સંકટ, છ જિલ્લામાં બપોરે વીજળી રહેશે બંધ

 બી.યુ.પરવાનગી વિનાની હોસ્પિટલોને નોટિસ આપવા માટે અપાયેલા આદેશના પગલે કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા અલગ અલગ વિસ્તારમાં 82 હોસ્પિટલોને નોટિસ ફટકારવામાં આવી  હતી.જેમાં અનેક હોસ્પિટલોનું નિર્માણ પંચાયત, પાલિકા કે રૂડા વિસ્તારમાં આવતી હતી ત્યારે થઈ ગયું હોવાના કારણે તેઓ કમ્પલીશન સર્ટીફીકેટ મેળવી શકયા નથી જ્યારે અનેક હોસ્પિટલોએ માર્જીન કે પાર્કિંગની જગ્યાએ ગેરકાયદે દબાણ ખડકી દીધા છે.

આ પણ વાંચો ;નોબેલ પુરસ્કાર / રસાયણશાસ્ત્રનું નોબેલ પારિતોષિક બેન્જામિન લિસ્ટ અને ડેવિડ ડબલ્યુસી મેકમિલાનને એનાયત 

માર્જીનમાં ગેરકાયદે બાંધકામ ખડકી દેનારને બી.યુ.સર્ટીફીકેટ મળી શકે તેમ નથી. બીજી તરફ પંચાયત કે પાલિકાના સમયે બાંધકામ કરનાર હોસ્પિટલોને કઈ રીતે સર્ટીફીકેટ આપી શકાય તે દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.આગામી દિવસોમાં તમામ હોસ્પિટલોએ બી.યુ.સર્ટીફીકેટ શા માટે મેળવ્યા નથી તેનો ખુલાસો આપવો પડશે. અન્યથા તેઓની સામે સીલીંગ સહિતની આકરી કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો ;રાજકોટ / 27 સીટની કેપેસિટીવાળી 23 ઈલેકટ્રીક બસ શુક્રવારથી માર્ગ પર દોડવા માંડશે