ડ્રગ્સ કેસ/ શાહરૂખ ખાનના દીકરા આર્યનની થઇ ધરપકડ, મેડિકલ ટેસ્ટ માટે લઇ જવાયો

NCB એ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરી છે. એનસીબીએ આર્યન સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. આર્યન શનિવારે રાત્રે ક્રૂઝ…

Top Stories Entertainment
શાહરૂખ ખાનના

NCB એ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરી છે. એનસીબીએ આર્યન સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. આર્યન શનિવારે રાત્રે ક્રૂઝ પર રેવ પાર્ટી દરમિયાન NCB દ્વારા પકડાયો હતો. તબીબી તપાસ બાદ શાહરૂખ ખાનના દીકરા આર્યનને ફોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં કોર્ટ નક્કી કરશે કે આર્યનને પોલીસ કસ્ટડી મળશે કે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવશે.

આ પણ વાંચો :ડ્રગ્સના ઉપયોગ પર શું કહે છે કાયદો, કેટલી છે સજા? આવો જાણીએ 

NCB એ રેવ પાર્ટીમાં દરોડા દરમિયાન શાહરૂખ ખાનના પુત્ર સહિત 8 લોકોની અટકાયત કરી હતી. આ આરોપીઓ પાસેથી ચરસ, MDMA, MD અને કોકેન સહિત અન્ય ડ્રગ્સ મળી આવી હતી.

8 લોકો કે જેમની અટકાયત કરાઈ છે

1. આર્યન ખાન
2. અરબાઝ મર્ચન્ટ
3. મુનમુન ધમેચા
4. નૂપુર સારિકા
5. ઈસમીત સિંહ
6. મોહક જસવાલ
7. વિક્રાંત છોકર
8. ગોમિત ચોપરા

રિપોર્ટ્સ મુજબ NCBના એક અધિકારીએ જણાવ્યું કે, આ કેસમાં સંડોવાયેલા લોકો કોઈને ખબર ના પડે તે રીતે છૂપાઈને ડ્રગ્સનો જથ્થો પોતાની સાથે લઈ આવ્યા હતા. જેમાં કેટલાક લોકો પેન્ટની સિલાઈમાં, લેડીઝ પર્સના હેન્ડલમાં, અંડરવિયરના સિલાઈવાળા ભાગમાં, કોલરની સિલાઈમાં છૂપાવીને લાવ્યા હતા. NCB દ્વારા આ તમામ માહિતીને ફરી એકવાર વેરિફાઈ કરવામાં આવી રહી છે અને લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :ફ્રાન્સના ચર્ચોમાં બાળકો સાથે કરવામાં આવે છે આવું……

આ પણ વાંચો :NCB કરી રહી છે આર્યન ખાનની પૂછપરછ, સુનીલ શેટ્ટીએ કહ્યું – તે બાળક છે…

આ પણ વાંચો :રેવ પાર્ટી કેસમાં શાહરૂખ ખાનના દીકરા સહિત આ લોકોની પૂછપરછ કરી છે NCB