G20 Summit/ PM મોદીએ ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ લોન્ચ કર્યું! Video

G20 સમિટમાં પીએમ મોદીએ આજે ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સનું લોન્ચિંગ કર્યું હતું.

G-20 Top Stories
G20 Summit 1 PM મોદીએ ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ લોન્ચ કર્યું! Video

G20 સમિટમાં પીએમ મોદીએ આજે ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સનું લોન્ચિંગ કર્યું હતું. ત્યારે પીએમ મોદી સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન, બ્રાઝીલના રાષ્ટ્રપતિ લુઇસ ઇનાસિયો,એન્જેટીનાના રાષ્ટ્રપતિ આલ્બર્ટો ફર્નાન્ડીઝ અને ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની પણ હાજર રહ્યા હતા

આ પહેલા પીએમ મોદીએ કહ્યું કે તમામ દેશોએ ફ્યૂલ બ્લેંડિંગના ક્ષેત્રમાં કામ કરવું જોઈએ, આ સમયની જરૂરિયાત છે. PM મોદીએ પ્રસ્તાવ મૂક્યો કે પેટ્રોલમાં ઈથેનોલ બ્લેંડિંગને વૈશ્વિક સ્તરે 20 ટકા સુધી લઈ જવા માટે પહેલ કરવામાં આવે. ઉર્જા પુરવઠો અકબંધ રહે અને પર્યાવરણ પણ સુરક્ષિત રહે તેની ખાતરી કરવા માટે, મિશ્રણ મિશ્રણ તૈયાર કરવાનું કામ કરવું જોઈએ.

બાયોફ્યુઅલ એલાયન્સનો ઉદ્દેશ્ય શું છે?

ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સનો ઉદ્દેશ્ય બાયોફ્યુઅલનો ઉપયોગ વધારવાનો છે. તેનાથી બાયોફ્યુઅલ માર્કેટ મજબૂતી મળશે. આનાથી બોયફ્લૂલના વ્યવસાયમાં સરળતા રહેશે. ટેકનિકલ સહાય પૂરી પાડવા પર ભાર મૂકવામાં આવશે.

બાયોફ્યુઅલ શું છે?

બાયોફ્યુઅલ એ કુદરતી ઇંધણનો સંદર્ભ આપે છે, જે છોડ, અનાજ, શેવાળ અને ખોરાકના કચરામાંથી મેળવવામાં આવે છે. તેમાં કાર્બન ઓછું હોય છે. જો તેનો ઉપયોગ વધશે, તો પેટ્રોલ અને ડીઝલ જેવા પરંપરાગત ઇંધણ પર વિશ્વની નિર્ભરતા ઘટશે અને પર્યાવરણીય પ્રદૂષણ પણ ઘટશે.

1890માં પ્રથમ વખત બાયોફ્યુઅલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો

લગભગ 1890ની વાત છે. જર્મન મિકેનિકલ એન્જિનિયર રુડોલ્ફ ડીઝલે ડીઝલ એન્જિન બનાવ્યું. બાદમાં તેમના નામ પરથી ઈંધણનું નામ ડીઝલ રાખવામાં આવ્યું. તેમણે ખેતી માટે એન્જિન ચાલુ કરવા તેલનો ઉપયોગ કર્યો.

અમેરિકામાં ઇથેનોલ બનાવવામાં આવે છે

વિશ્વમાં સૌથી વધુ ઇથેનોલ અમેરિકા અને બ્રાઝિલમાં ઉત્પન્ન થાય છે. જ્યારે યુરોપ બાયોડીઝલ બનાવવામાં અગ્રેસર છે. ત્યાર બાદ અમેરિકા બીજા સ્થાને અને ઇન્ડોનેશિયા ત્રીજા સ્થાને છે.