Not Set/ દોઢ વર્ષની બાળકી પર દુષ્કર્મ મામલો, પોલીસ દ્વારા પીડિતાને મદદ, એક દિવસનો પગાર પીડિતાને આપવાની કરી જાહેરાત

સાબરકાંઠા, સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાની ચૌદ માસની બાળકી પર આચરાયેલા દુષ્કર્મના મામલામાં રાજ્ય સરકાર સંવેદન છે અને આરોપીને સજા થાય અને ફાસ્ટ્રેક કોર્ટ મારફતે કેસ ચલાવવામાં આવે તે માટે ગૃહ વિભાગ પણ પ્રયાસ કરશે. તેમ રાજ્યના ગૃહ પ્રધાન પ્રદિપ સિંહ જાડેજાએ હિંમતનગરમાં ગાંધી જયંતી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમ દરમ્યાન જણાવ્યુ હતુ. સાબરકાંઠા પોલીસ દ્રારા એક દીવસનો […]

Top Stories Gujarat Others
sabarkantha police દોઢ વર્ષની બાળકી પર દુષ્કર્મ મામલો, પોલીસ દ્વારા પીડિતાને મદદ, એક દિવસનો પગાર પીડિતાને આપવાની કરી જાહેરાત

સાબરકાંઠા,

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાની ચૌદ માસની બાળકી પર આચરાયેલા દુષ્કર્મના મામલામાં રાજ્ય સરકાર સંવેદન છે અને આરોપીને સજા થાય અને ફાસ્ટ્રેક કોર્ટ મારફતે કેસ ચલાવવામાં આવે તે માટે ગૃહ વિભાગ પણ પ્રયાસ કરશે. તેમ રાજ્યના ગૃહ પ્રધાન પ્રદિપ સિંહ જાડેજાએ હિંમતનગરમાં ગાંધી જયંતી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમ દરમ્યાન જણાવ્યુ હતુ. સાબરકાંઠા પોલીસ દ્રારા એક દીવસનો પગાર પણ પીડીતાને આપવાની જાહેરાત કરતા તેને પોલીસનો માનવિય અભીગમ ગણાવી સરાહના કરી છે.

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર શહેરમા ગાંધી જયંતિ નિમિત્તે ઉપસ્થિત રહેલા રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા અને જે દરમ્યાન તેઓ હિંમતનગર તાલુકાની ચૌદ માસની બાળકી પર દુષ્કર્મ આચરવાના મામલે રાજ્ય સરકાર ખુબજ સંવેદનશીલ હોવાનુ જણાવ્યુ હતુ. ઝડપાયેલા આરોપીને શક્ય એટલી ઝડપથી અને ખુબજ મહત્તમ સજા થાય એ માટે આધુનિક પ્રકારે તપાસ હાથ ધરવામાં આવશે. કેસની પ્રક્રીયા પણ ઝડપી બનાવવા માટે ફાસ્ટટ્રેક કોર્ટને પણ વિનંતી કરવામાં આવશે અને કેસનો ચુકાદો પણ ઝડપી આવે તેવો પ્રયાસ કરાશે.

સાબરકાંઠા પોલીસે પણ દુષ્કર્મ મામલે ખુબજ સંવેદના દર્શાવી છે અને પોલીસે પણ પોલીસ તપાસની કાર્યવાહી સાથે માનવિય અભીગમ દાખવી અનોખુ ઉદાહરણ પુરુ પાડ્યુ છે. સાબરકાંઠા પોલીસે પણ માસુમ બાળકી સાથે ઘટેલી અઘટીત ઘટનાને લઇને પીડીતાના ભવિષ્ય માટે પ્રયાસ કર્યો છે.

પીડીતાના પરીવારને પીડીત બાળકીના ભવિષ્ય માટે અને તેને સારુ શિક્ષણ મળી રહે તે માટે જીલ્લાના તમામ પોલીસ અધીકારીઓ અને કર્મચારીઓનો એક દીવસનો પગાર બાળકીના પરીવારને ચુકવી આપવામાં આવશે.

આમ પોલીસે પણ બાળકી સાથે ઘટેલી ઘટનાને લઇને માનવીય અભીગમ દાખવ્યો છે. ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધીમાં રાજ્ય સરકારે પણ ત્રણ લાખની મદદની જાહેરાત કરી છે અને તેને પ્રથમ તબક્કામાં એક લાખની સહાય પણ ચુકવી આપવામાં આવી છે આ ઉપરાંત સાબરકાંઠા ના સાંસદ દ્રારા પચાસ હજાર અને હિંમતનગરના ધારાસભ્ય અને તાલુકા ભાજપ દ્રારા પણ પચાસ હજાર રુપીયા ની સહાય જાહેર કરી છે. આમ હવે પોલીસે પણ તેમાં સહભાગી થઇ આર્થીક મદદ જાહેર કરી છે અને તે રકમને પીડીતાના પરીવારને આપવામાં આવશે.